ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાના બરૂૂલા ગામના સરકારી તળાવમાંથી નેશનલ હાઇવેના કોન્ટ્રાક્ટર કલથીયા એન્જી. કંપનીને જીલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર સુનિલ રાઠોડ એ નિયમ વિરુદ્ધ મંજુરી આપ્યાનો ઘટસ્ફોટ થયો છે.
આ ગંભીર મામલે ગીર સોમનાથ જીલ્લા કલેક્ટરે ચીફ એન્જિનિયરિંગ (પંચાયત) અને અધિક સચિવ નર્મદા જળસંપતિ પાણી પુરવઠા ગાંધીનગરને પત્ર પાઠવી પંચાયત વિભાગ ગીર સોમનાથ હસ્તકના સુત્રાપાડા તાલુકાના બરુલા ગામે આવેલા તળાવમાંથી માટી કાઢવા માટે આપેલી મંજૂરી અને આ માટેની કરોડો રૂૂપિયાની રોયલ્ટી નહીં ભર્યા હોવાના આધાર પુરાવા સાથે સચિવને જાણ કરીને સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર સુનિલ રાઠોડ સામે પગલાં લેવા જણાવતા ખળભળાટ મચી ગયો છે.
ખનીજ કાઢવાની મંજૂરીની સત્તા ખાણ ખનીજ વિભાગને જ હોય છે. ત્યારે સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર સુનિલ રાઠોડે સુજલામ સુફ્તામ યોજનાના રૂૂપકડા બહાના હેઠળ યોજના શરૂૂ થાય તે પૂર્વે સાચું ખોટું કરીને સુત્રાપાડાના બરૂૂલા ગામના સરકારી તળાવમાંથી નેશનલ હાઇવેના કામ માટે અમદાવાદની કળથીયા એન્જીનિયરિંગ ક્ધસ્ટ્રક્શન કંપનીને માટી કાઢવાની મંજૂરી આપી હતી. જેમાં તળાવના પાળાને કોઈ નુકસાન ન થાય તે રીતે માટી કાઢવાની હતી પરંતુ કલથીયા ઇન્જિનિયરિંગ કંપનીના પેટામાં માટીકામ કરી રહેલ અને અંદાજે ત્રણેક માસ સુધી સતત માટી કાઢી તળાવના પાળાને નુકસાન પહોચાડ્યું હતું.
જેના પરીણામે ગત જુલાઈ માસમાં સામાન્ય વરસાદમાં પણ તળાવના પાળા ઘસવા મંડતા તળાવ જોખમી સ્થિતિમાં ફેરવાઈ ગયું હતું. જો કે આ સમયે બરૂૂલા ગામના અગ્રણી અને જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ પ્રો. જીવાભાઈ વાળા સહિત ગ્રામજનોએ આ મામલે જવાબદાર તંત્ર ને ફરિયાદ કરી હતી.
