એસ.ટી.નિગમમાં છ મહિનાથી કરાર આધારિત ફરજ બજાવતા ડ્રાઇવરોની કાયમી ભરતી કરો

સોમનાથના ધારાસભ્ય દ્વારા ગુજરાત રાજ્યના એસ,ટી, નિગમમાં છ મહિના કરાર આધારિત ડ્રાઈવર કક્ષામાં ફરજ બજાવતા ઉમેદવારોને કાયમી ધોરણે સમાવેશ કરવા રજૂઆત કરવામાં આવેલ છે. આ…

સોમનાથના ધારાસભ્ય દ્વારા ગુજરાત રાજ્યના એસ,ટી, નિગમમાં છ મહિના કરાર આધારિત ડ્રાઈવર કક્ષામાં ફરજ બજાવતા ઉમેદવારોને કાયમી ધોરણે સમાવેશ કરવા રજૂઆત કરવામાં આવેલ છે.

આ અંગે સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા વાહન વ્યવહાર નિગમ ના મંત્રી હર્ષ સંઘવીને કરેલી રજૂઆતમાં જણાવેલ કે, ગુજરાત રાજ્યના એસ,ટી,નિગમમાં હાલ ડ્રાઈવર કક્ષામાં ઘટ પ્રવર્તતી હોય જેના કારણે અંતરિયાળ અને ઓછા વિકસિત ગામોને શહેર, તાલુકા ઓને જોડતા એસ,ટી, બસ રૂૂટ બંધ હોય જે અનુસંધાને નિગમે રાજયના 16 ડિવિઝનના 126 ડેપોમાં ખાતાકીય વર્ષ 2019 ની ભરતી પ્રતિક્ષા યાદીમાં 440 માથી બાકી રહેલા 188 પાસ ઉમેદવારોને 6 મહિના કરાર આધારિત ડ્રાઈવર કક્ષામાં ભરતી કર્યા છે.

અને વર્ષ 2019-20 પછી થી નિગમમાં ડ્રાઈવર કક્ષામાં કોઈપણ ભરતી કરવામાં આવી નથી તો આ ઘટ ને પહોંચી વળવા નિગમ દ્વારા વર્ષ 2023-24 માં વર્ષ 2021 પછી નિવૃત થયેલા ડ્રાઈવરોને 11 માસ કરાર આધારિત ભરતી કરવામાં આવેલ છે, ધારાસભ્ય વિમલભાઈ એ વધુમાં જણાવેલ કે પાસ થયેલ ઉમેદવાર માંથી ઘણા ઉમેદવારો અંત્યત ગરીબ પરિવારમાંથી આવે છે જે હાલ પોતાના પરિવારોનું આ નોકરી દ્વારા ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે કરાર આધારિત 6 મહિના પછી આ ઉમેદવારોનું ભવિષ્ય અંધકારમય બની જાય તેમ હોય જેથી નિગમમાં 6 મહિના કરાર આધારિત ડ્રાઈવર કક્ષામાં ફરજ બજાવતા ઉમેદવારોને કાયમી ધોરણે સમાવેશ કરવામાં આવે તેવી રજૂઆત સરકારના વાહન વ્યવહાર નિગમ ના મંત્રી હર્ષ સંઘવી ને કરેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *