સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે પિતૃ તર્પણ માટે લોકોનો ધસારો

સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે શ્રાવણ ના તેરસ ચૌદસ અને અમાસના પિતૃ તર્પણ તેમજ પીપળે પાણી રેડવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. તાજેતરમાં સારા વરસાદ…

સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે શ્રાવણ ના તેરસ ચૌદસ અને અમાસના પિતૃ તર્પણ તેમજ પીપળે પાણી રેડવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. તાજેતરમાં સારા વરસાદ ને કારણે શ્રાવણ ના ત્રણ દિવસ બાકિ હતા અને હિરણ સરસ્વતી કપિલા નદીઓમાં ઘોડાપૂર ને કારણે ત્રિવેણી સંગમ છલોછલ ભરાયેલ છે જેથી લોકો પિતૃ તર્પણ અને સ્નાન કરી પીપળે પાણી રેડવામાં આવે છે.

ભારતીય સંસ્કૃતિ મા શ્રાવણ માસ ની તેરસ ચૌદસ અને અમાસ મા પિતૃ તર્પણ નુ વિશેષ મહત્વ છે આ દિવસો દરમ્યાન પીપળે પાણી રેડવાથી પિતૃઓ તૃપ્ત થતા હોવાની માન્યતા છે જેથી આજે ત્રિવેણી સંગમ મા વહેલી સવારથી ભાવીકો સ્નાન કરી પીપળે પાણી રેડે છે તેમજ તા 23 ના ભાદરવી અમાસના તો વહેલી સવારથી લોકો પિતૃ તર્પણ કરી સ્નાન કરી પીપળે પાણી રેડવા ની લાંબી કતારો લાગેલ છે. ત્રિવેણી સંગમ મા હિરણ સરસ્વતી અને કપીલા નદી નુ પાણી વહિ રહેલ આથી સ્નાન માટે સ્વચ્છ પાણી ઉપલબ્ધ હોવાથી ભાવીકો મા ખુશી વ્યાપેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *