જામનગર નજીકનો બિસ્માર રોડ લોકોએ જાતે રીપેર કર્યો

જામનગર નજીક લાખાબાવડથી દરેડને જોડતો મુખ્ય માર્ગ લાંબા સમયથી બિસ્માત હાલતમાં હોવાથી તે રસ્તા માં મોટા ખાડા પડી ગયા છે, જેથી વાહનચાલકોને ભારે તકલીફનો સામનો…

જામનગર નજીક લાખાબાવડથી દરેડને જોડતો મુખ્ય માર્ગ લાંબા સમયથી બિસ્માત હાલતમાં હોવાથી તે રસ્તા માં મોટા ખાડા પડી ગયા છે, જેથી વાહનચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડતો હતો.

આ માર્ગ પર દૈનિકરીતે અનેક લોકો અવરજવર કરતા હોય છે. જેથી સ્થાનિકોએ અનેકવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં રસ્તાનું કામ થયું નથી. જેથી લોકોએ સ્વયંભૂ ફાળો એકત્ર કરી પોતે જરસ્તાના રીપેરનું કાર્ય હાથ ધર્યું હતું. અંદાજે એક કિલોમીટરના માર્ગમાં 15 જેટલા લોકોએ મળીને આશરે રૂૂ. 25,000નો ખર્ચ કર્યો હતો. પાંચ કલાક સુધી શ્રમદાન કરીને ખાડઓમા માટી ભરાવી રસ્તાને વાહનવ્યવહાર લાયક બનાવવામાં આવ્યો છે. મુખ્ય હાઈવેથી દરેડ સુધીના આ એક કિલોમીટરના માર્ગને હાલ તો સ્થાનિકોએ તાત્કાલિક ઉપયોગ લાયક બનાવી દીધો છે, પરંતુ તેમની માંગ છે કે વહેલી તકે સરકાર દ્વારા આ માર્ગનું નવીનીકરણ હાથ ધરવામાં આવે. જેથી આ વિસ્તાર ના રહેવાસીઓની હાલાકી દૂર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *