આયુષ્માન કાર્ડમાં એપ્રુવલ નહીં મળતા લોકો હેરાન: પૂર્વ મંત્રીનો સી.એમ.ને પત્ર

ખ્યાતિના છાંટા જરૂૂરિયાત મંદોને ઉડ્યા હોય તેવું સામે આવ્યું છે. સુરતના વરાછા વિધાનસભા બેઠકના દબંગ ધારાસભ્ય કુમાર કાનાણીએ ફરી એકવાર મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં…

ખ્યાતિના છાંટા જરૂૂરિયાત મંદોને ઉડ્યા હોય તેવું સામે આવ્યું છે. સુરતના વરાછા વિધાનસભા બેઠકના દબંગ ધારાસભ્ય કુમાર કાનાણીએ ફરી એકવાર મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં આ વખતે આરોગ્ય સેવા માટે અપાતા આયુષ્યમાન કાર્ડમાં સારવાર માટે એપ્રુવલ ન આવતું હોવાથી જરૂૂરિયાતમંદ લોકો પરેશાન થઈ રહ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ખ્યાતિકાંડમાં ઙખઉંઅઢ હેઠળ થતી સારવારમાં ગેરરીતિ સામે આવ્યા બાદ સરકાર દ્વારા ગેરરીતિ રોકવા માટે કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. આ યોજના હેઠળ ગેરરીતિ કરતી હોસ્પિટલ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે.કાનાણીના લેટર પ્રમાણે છેલ્લા કેટલાક દિવસથી શહેરની જાણીતી હોસ્પિટલોમાં સારવાર માટે ગયેલા દર્દીઓના આયુષમાન કાર્ડની મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી રહી નથી ઘણા દર્દીઓ આ પણ છે કે જેઓ સારવાર લેવા પહોંચી ગયા પરંતુ ત્યાં તેમનો કાર્ડ એપ્રુવ થયું ન હતું.તેને કારણે તેમને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે કેટલાક હોસ્પિટલમાં હવે એ પ્રકારનું લખાણ લખાવી લે છે કે આયુષ્યમાન કાર્ડ જો એપ્રુવલ ન થાય તો તમારે સારવારનો તમામ ખર્ચ આપવો પડશે. હોસ્પિટલના સંચાલકો પણ આયુષ્યમાન કાર્ડ એપ્રુવલ ન આવતા હોવાને કારણે લખાણ લેતા થઈ ગયા છે.

કુમાર કાનાણીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની આયુષ્યમાન કાર્ડ યોજનામાં ગંભીર પ્રકારના રોગોમાં સારવાર માટે લોકોને લાભ મળતો હોય છે. પરંતુ ખ્યાતી હોસ્પિટલના ફ્રોડ પછી નવી એજન્સીની નિમણૂક કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા જઘઙ જાહેર કરવામાં આવી છે. તે સારી બાબત છે કે આ યોજનામાં ખોટું ન થવું જોઈએ. પરંતુ હાલ આ યોજનાની અંદર જેમની પાસે કાર્ડ છે અથવા તો ઈમરજન્સીમાં નવા કાર્ડ કઢાવે છે. તેવા લોકોને ઈમરજન્સી સારવારની જરૂૂર હોવા છતાં કાર્ડનુ એપ્રુવલ મળતું નથી. તો મને એવું લાગે છે કે આ યોજનાનો દુરુપયોગ ન થાય તે જરૂૂરી છે. પરંતુ સાચા દર્દીઓના તાત્કાલિક એપ્રુવલ મળવું પણ જરૂૂરી છે. ઘણા દર્દીઓ છેલ્લા એક અઠવાડિયાથી હોસ્પિટલની પથારીએ કાર્ડના એપ્રુવલની રાહ જોઈને બેઠા છે. જેમાં એકસીડન્ટ કેસો પણ સામેલ છે. જેના ઈમરજન્સી ઓપરેશન કરવા જરૂૂરી હોવા છતાં તેમનું અપ્રુવલ મળતુ નથી. જેથી તેના જીવનું જોખમ ઉભું થતું હોય છે. આ વિષયને ધ્યાનમાં લઇ તાત્કાલિક ધોરણે ઘટતું કરવા રજૂઆત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *