ધ્રોલ-રાજકોટ વાયા કાલાવડ રૂટની બસ કેન્સલ કરાતા લોકોને હાલાકી

જામનગર જિલ્લાના વેરતીયા ગ્રામ પંચાયત દ્ધારા ધ્રોલ રાજકોટ વાયા કાલાવડ રૂૂટની બસ બજરંગપુર ગામમાં લગભગ 14 વર્ષથી ચાલુ થઈ છે. આ બસ ખુબ જ ઉપયોગી…

જામનગર જિલ્લાના વેરતીયા ગ્રામ પંચાયત દ્ધારા ધ્રોલ રાજકોટ વાયા કાલાવડ રૂૂટની બસ બજરંગપુર ગામમાં લગભગ 14 વર્ષથી ચાલુ થઈ છે. આ બસ ખુબ જ ઉપયોગી બની રહે છે. કારણ કે રાજકોટ જવા માટે માત્ર ને માત્ર આ એક જ બસ લાગુ પડતી હોય છે.આ બસમાં વિધાર્થીઓ ધંધાર્થીઓ તેમજ આજુબાજુના વરણા, જગામેડી, બજરંગપુર , વિજયપુર, ભરતપુર , ધુતાપર , ધુડશીયા સહિતના ગ્રામ્ય લોકોને ઉપયોગી હોય તેમજ બસના રૂૂટ મુજબ પુરતો ટ્રાફિક પણ હોય. તેમ છતાં અવારનવાર બહાના બનાવીને ધ્રોલ ડેપો દ્ધારા રૂૂટ કેન્સલ કરી નાખવામાં આવી છે.

અને અન્ય ટ્રાફિક વગરનો રૂૂટ કેન્સલ કરવામાં આવતો નથી.. તેમજ વારંવાર આ રૂૂટને ટારગેટ બનાવી જાણ કર્યા વગર કેન્સલ કરી દેવામાં આવે છે.જેના કારણે રોજના મુસાફરો ને બસની રાહ જોઈને હેરાન પરેશાન થવુ પડે છે. જેને લઈને ધ્રોલ ડેપોને અનેક વખત ગામના સરપંચો દ્ધારા લેખીત અને ટેલિફોનિક મૌખિક રજુઆત કરેલ છે.. તેમ છતાં આ રૂૂટને કોઈ પણ કારણસર કેન્સલ કરવામાં આવે છે તેની યોગ્ય તપાસ કરાવીને આ રૂૂટ નિયમિત કરવા રજુઆત કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *