ગોંડલનાં નાગડકા રોડની સિંગલ પટ્ટી પર ક્ધટેનર દોડતા હોય રાહદારીઓ પરેશાન

ગોંડલ નાં વિકસીત થઈ રહેલા નાગડકા રોડ પર વરસાદ ને કારણે રોડ ની હાલત બદત બની છે. અધુરામાં પુરુ આ રોડ પર ક્ધટેનરો અને ભારે…

ગોંડલ નાં વિકસીત થઈ રહેલા નાગડકા રોડ પર વરસાદ ને કારણે રોડ ની હાલત બદત બની છે. અધુરામાં પુરુ આ રોડ પર ક્ધટેનરો અને ભારે વાહનો બેફામ દોડતા હોય રાહદારીઓ પર જીવલેણ અકસ્માત નો ભય તોળાયેલો રહેછે.તંત્ર દ્વારા આ સિંગલ પટ્ટી રોડ પહોળો કરવા અથવા ભારે વાહનો પર બાન મુકવા લોકમાંગ પ્રબળ બનીછે. નાગડકા રોડ પર રાજહંસ,સાયોના,રામેશ્વર પાર્ક, શિવશક્તિ સહિત અનેક સોસાયટીઓ આવીછે.ગોંડલ નો આ વિકસીત વિસ્તાર ગણાય છે.

અને નવી સોસાયટીઓ માટે પ્લોટિંગ પડી રહ્યાછે.ત્યારે રાહદારીઓ માટે રોજીંદા અવરજવર માટે એકમાત્ર સિંગલ પટ્ટી રોડ છે.જે થોડો સિમેન્ટ થી મઢેલો છે.બાકી રહેલો રોડ ડામર પટ્ટી છે.ચોમાસા માં ભારે વરસાદ થી ઠેરઠેર ડામર ની તુટફુટ થઇ હોય રોડ પર અડધાં ફુટ નાં ગાબડા પડ્યા છે.જેના કારણે રાહદારીઓ, મહીલાઓ અકસ્માત નો ભોગ બની રહ્યા છે.નાગડકા પાસે ઇન્ડસ્ટ્રીઝ ઝોન હોય આ સિંગલ પટ્ટી રોડ પર તોતિંગ હેવી ટ્કો, મોટા ક્ધટેનરો કે ટ્રોલી સાથેનાં ટ્રેકટર ની ભારે દોડાદોડ રહેતી હોય ટુ વ્હીલર ચાલકો કે પગપાળા જતા રાહદારીઓ માટે જોખમ સર્જાયેલુ રહેછે.ગોપાલ નમકીન નાં મોટા ક્ધટેનરો ની ભારે આવનજાવન હોય ટ્રાફિક જામ ની સમસ્યા રોજીંદી બનીછે.સ્કુલ બસ કે સ્કુલ વાન પણ ટ્રાફિક ની હડફેટ માં ચડેછે.બિસ્માર રોડ અને હેવી વાહનોની અવરજવર સિંગલ પટ્ટી રોડ પર જીવલેણ બને તે પહેલા જવાબદાર તંત્ર યોગ્ય ઉકેલ લાવે તેવી માંગ ઉઠવા પામીછે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *