પવિત્ર રિશ્તા સિરિયલમાં વંદુની ભૂમિકા ભજવનાર અભિનેત્રી પ્રિયા મરાઠેનું 38 વર્ષની ઉંમરે મુંબઈ મા અવસાન થયું છે. અભિનેત્રી ગયા વર્ષથી કેન્સર સામે ઝઝૂમી રહી હતી. તે સિરિયલ પવિત્ર રિશ્તામાં અંકિતા લોખંડેની બહેનની ભૂમિકા ભજવતી જોવા મળી હતી. તે જ સમયે, આ પાત્રને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. પ્રિયા મરાઠેના મૃત્યુના સમાચારથી દરેકને આઘાત લાગ્યો છે 23 એપ્રિલ 1987 ના રોજ મુંબઈમાં જન્મેલી પ્રિયા મરાઠેએ શહેરમાં જ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.
તે જ સમયે, તેને મરાઠી સિરિયલ યા સુખોનોયાથી ટીવી પર ડેબ્યૂ કર્યું હતું. હિન્દી ટેલિવિઝનમા તેને બાલાજી ટેલિફિલ્મ્સની કસમ સે સીરિયલમાં વિદ્યા બાલીની ભૂમિકા ભજવી હતી. જ્યારે તે કોમેડી સર્કસની પહેલી સીઝનમાં પણ જોવા મળી છે. તેને ઝી ટીવીની સીરિયલ પવિત્ર રિશ્તાથી ઓળખ મળી, જેમાં તેને અંકિતા લોખંડેની ઓનસ્ક્રીન બહેન વર્ષા સતીશની ભૂમિકા ભજવી હતી. અંગત જીવનની વાત કરીએ તો, પ્રિયા મરાઠેએ 2012 માં શાંતનુ મોઘે સાથે લગ્ન કર્યા હતા, જે પીઢ અભિનેતા શ્રીકાંત મોઘેના પુત્ર છે.
