રાજકોટ શહેરમાં યાજ્ઞીક રોડ પર આવેલા રામકૃષ્ણ આશ્રમમાં આજે સવારે મોતીયાના ઓપરેશન માટે આવેલા એક મહિલાને ઓપરેશન પહેલા એનેસ્થેશિયા આપવામાં આવ્યો હતો અને બાદમાં તેમને બેભાન કર્યા બાદ તેમના આંખના મોતીયાનુ ઓપરેશન કરવામાં આવ્યુ હતુ.
ઓપરેશન થયા બાદ તેઓ ભાનમાં ન આવતા તેઓને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેની સારવાર ચાલુ હોવાનુ તબીબોએ જણાવ્યુ છે.
વધુ વિગતો મુજબ શહેરના કોઠારીયા મેઇન રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા રુકશાનાબેન મહમદભાઇ અજમેરી નામના મહીલા આજે સવારે તેમના પરિવારજનો સાથે યાજ્ઞીક રોડ પર આવેલા રામકૃષ્ણ આશ્રમમાં મોતીયાનુ ઓપરેશન કરાવવા ગયા હતા. જયા તેઓને એનેસ્થેશિયા આપવામાં આવ્યુ હતુ અને બાદમાં તેઓને ઓપરેશન થિયેટરમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યાર તેમનુ ઓપરેશન થઇ જતા વોર્ડમાં રાખવામાં આવ્યા હતા.
જયા કલાકો થઇ ગયા છતા તેઓ ભાનમાં ન આવતા તેમને તબીયત લથડી હતી અને તેમને બેભાન હાલતમાં જ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની હાલત ગંભીર હોવાનુ જાણવા મળી રહ્યુ છે. તેઓ બે બહેન એક ભાઇમા મોટા છે. તેમના પિતા રીક્ષા ચાલક છે. આ ઘટનામાં કોની બેદરકારી છે. ? એ અંગે હાલ તપાસ કરવામાં આવી રહી હોવાનુ પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહ્યુ છે.
