ગણપત યુનિવર્સિટીના ચેરમેન ગણપતભાઈ પટેલે સમાજમાં વ્યાપેલા કુરિવાજો અને વધતા જતા વ્યસનના દૂષણ સામે સખત અવાજ ઉઠાવ્યો છે. તેમણે સમાજની પ્રવર્તમાન સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં ’બેટી બચાવો’ કરતાં પણ આખી ’પેઢી બચાવવાની’ ભારે જરૂૂરિયાત ઊભી થઈ છે. સમાજની વાસ્તવિકતા સામે ધરતાં ગણપતભાઈ પટેલે સ્પષ્ટ ટકોર કરી હતી કે, “પાટીદારના દીકરાઓ દારૂૂડિયા થઈ રહ્યા છે.”
તેમણે ઉમેર્યું કે પાટીદાર સમાજ આર્થિક રીતે સધ્ધર જરૂૂર થયો છે, પરંતુ દુર્ભાગ્યે યુવાનો વ્યસની બન્યા છે. એક તરફ દીકરાઓ આ માર્ગે ફંટાઈ રહ્યા છે, જ્યારે બીજી તરફ દીકરીઓ અભ્યાસ અને અન્ય ક્ષેત્રોમાં ગોલ્ડ મેડલ મેળવીને પરિવાર અને સમાજનું નામ રોશન કરી રહી છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આવનારી પેઢીને વિનાશના આરેથી બચાવવી હશે તો યુવાનોએ વ્યસનથી દૂર રહેવું જ પડશે. આપણે સૌએ સારા કર્મો કરીને સમાજમાં આગળ આવવું જોઈએ. આ સાથે જ તેમણે સમાજના અગ્રણીઓ અને આગેવાનોને અપીલ કરી હતી કે સભાઓ પૂરતા મર્યાદિત ન રહેતાં ઘરે-ઘરે જઈને આવા દૂષણોને જડમૂળથી દૂર કરવા માટે સક્રિય પ્રયાસો કરવા પડશે.
