કોમનવેલ્થ ગેમ્સના ઇન્ફ્રાસ્ટ્રકચર માટે 40,000 કરોડનું બજેટ

કોમનવેલ્થ ગેમ્સ (CWG 2030)અને આગામી વૈશ્વિક રમતગમતની ઇવેન્ટ્સની તૈયારીઓના ભાગરૂૂપે અમદાવાદમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશનની કામગીરી ભારે ઝડપથી આગળ વધી રહી છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા એક…

કોમનવેલ્થ ગેમ્સ (CWG 2030)અને આગામી વૈશ્વિક રમતગમતની ઇવેન્ટ્સની તૈયારીઓના ભાગરૂૂપે અમદાવાદમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશનની કામગીરી ભારે ઝડપથી આગળ વધી રહી છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા એક સપ્તાહમાં જ રમતગમત, શહેરી વિકાસ અને પરિવહનને લગતા વિવિધ મેગા પ્રોજેક્ટ્સ માટે અંદાજે ₹40,000 કરોડના ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે. આ મોટા રોકાણ હેઠળ શહેરમાં વિશ્વકક્ષાની સુવિધાઓ ઉભી કરવામાં આવશે, જે અમદાવાદને વૈશ્વિક રમતગમત હબ તરીકે સ્થાપિત કરશે.

રમતગમત ક્ષેત્રના વિકાસ માટે સરદાર વલ્લભભાઈ પટેલ (જટઙ) સ્પોર્ટ્સ એન્ક્લેવ ખાતે ₹2,800 કરોડના અંદાજિત ખર્ચે તૈયાર થનારા એક્વાટિક સ્ટેડિયમ (પેકેજ 1)નું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ સાથે કરાઈ ખાતે ₹1,450 કરોડના ખર્ચે નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિકસાવવામાં આવશે. પરિવહન સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે મેટ્રો ફેઝ-3 અને પ્રસ્તાવિત મેટ્રો રિંગ પ્રોજેક્ટ માટે ₹17,801 કરોડના ટેન્ડર પ્રસિદ્ધ કરાયા છે. ઉપરાંત, રેલવે વિભાગ દ્વારા ₹18,900 કરોડના અમદાવાદ-ધોલેરા રેપિડ રીજનલ ટ્રેન સિસ્ટમ (છછઝજ) પ્રોજેક્ટ માટે પણ ટેન્ડર પ્રક્રિયા શરૂૂ કરવામાં આવી છે.

આ સમગ્ર આયોજનનું મુખ્ય આકર્ષણ સિંધુ ભવન રોડ પર ₹570 કરોડના ખર્ચે બનનાર આઇકોનિક સિટી સ્ક્વેર રહેશે. આ સીમાચિહ્નરૂૂપ પ્રોજેક્ટમાં 175 મીટર ઊંચો ભવ્ય ટાવર, ગ્લાસ સ્કાયવોક, વ્યુઇંગ ગેલેરી, સ્કાય ડેક, આંતરરાષ્ટ્રીય સ્તરની રેસ્ટોરાં અને ફૂડ કોર્ટ તૈયાર કરવામાં આવશે. નાગરિકો અને પ્રવાસીઓ માટે આ સ્થળે એમ્ફિથિયેટર, આર્ટ ગેલેરી, પબ્લિક પ્લાઝા, મલ્ટી-લેવલ અંડરગ્રાઉન્ડ પાર્કિંગ તેમજ આશરે 50 જેટલા રિટેલ અને કોમર્શિયલ યુનિટ્સ પણ વિકસાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *