બસપોર્ટમાં વધારાના પંખા-કૂલર નહી મૂકતા મુસાફરો રેબઝેબ

હિતરક્ષક સમિતિ દ્વારા કરાયેલી રજૂઆતનો ઉલાળિયો કર્યાના આક્ષેપ : કાળઝાળ ગરમીમાં બફાતા યાત્રિકો રાજકોટમાં જે ગરમી પડી રહી છે તેમાં રાજકોટ સૌથી વધુ ગરમ શહેર…

હિતરક્ષક સમિતિ દ્વારા કરાયેલી રજૂઆતનો ઉલાળિયો કર્યાના આક્ષેપ : કાળઝાળ ગરમીમાં બફાતા યાત્રિકો

રાજકોટમાં જે ગરમી પડી રહી છે તેમાં રાજકોટ સૌથી વધુ ગરમ શહેર છે અને 133 વર્ષની રેકોર્ડ તોડ ગરમી પડી રહી છે. અસહ્ય તાપથી હજારો મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અનેક શહેરો માં સરકારે રેડ એલર્ટ જાહેર કર્યા છે. સાંજના સમય સુધી લૂ વર્ષા થઈ રહી છે. કાળઝાળ ગરમી અને અંગ દઝાળતા તાપથી મુસાફરો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે. બસપોર્ટ ની આજુબાજુ નું તાપમાન 46 ડિગ્રી નોંધાઈ રહ્યું છે. મુસાફરો ગરમીમાં શેકાઈ રહ્યા છે છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. મુસાફરોની કોઈ અગવડતા ન પડે એ જોવાની જવાબદારી રાજકોટ સિનિયર ડેપો મેનેજર અને કોન્ટ્રાક્ટરની છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ની અમદાવાદ ખાતેની વડી કચેરીના તારીખ 25/4/25 ના પત્ર ક્રમાંક – ગુરામા/582/સંચા/1170 ના પત્રમાં વિભાગીય નિયામકશ્રીને સ્પષ્ટ જણાવેલ છે કે નિગમના તમામ અધિકારી/કર્મચારી કક્ષાએથી મુસાફરલક્ષી અભિગમ સાથે ફરજ બજાવી નિગમની પરિવહન સેવાઓને વધુ સુદ્રઢ બનાવી મુસાફર અભિગમ સાથે વધુ નિયમિત બિન ફરિયાદમય સ્વચ્છ અને સલામત બની રહે તે માટે વિભાગીય કક્ષાએથી ત્વરિત કાર્યવાહી કરવાના આદેશો પણ આપવામાં આવેલ છે પરંતુ તેમ છતાં રાજકોટ ડેપો મેનેજર સમક્ષ કરવામાં આવતી મુસાફરલક્ષી ફરિયાદો તુમારશાહીનો ભોગ બની રહી છે. ડેપો મેનેજરને અને કોન્ટ્રાક્ટરને મુસાફરોની લેશ માત્ર પણ દરકાર નથી. સમિતિ દ્વારા કરવામાં આવેલી રજૂઆતોનો ઉલાળીયો કરી પોતાની મનમાની કરી તાનાશાહી ચલાવી રહ્યા છે.

ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા રાજકોટ સિનિયર ડેપો મેનેજર ઘનશ્યામભાઈ ચગ ને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે રાજકોટ બસ પોર્ટ ના 22 પ્લેટફોર્મ પૈકી મોટાભાગના પ્લેટફોર્મ પર પંખાઓ નથી અને મુસાફરોને ગરમી થી રાહત મળે એ માટે તારીખ 23/4/25 ના પત્ર ક્રમાંક 188/ખઇંજ/25 લેખિત રજૂઆત કરવામાં આવી હતી તેમાં જણાવ્યું હતું કે તાત્કાલિક જે પ્લેટફોર્મ પર પંખાઓ ઉપલબ્ધ નથી તે પ્લેટફોર્મ પર એર કુલરની વ્યવસ્થા કરવી અથવા જરૂૂરિયાત મુજબના સાઈડમાં પંખાઓ શરૂૂ કરવા પરંતુ તેમ છતાં એ રજૂઆત તુમારશાહીનો ભોગ બની ડેપો મેનેજરે એ રજૂઆતને કચરાપેટીમાં પધરાવતા આજરોજ સ્મૃતિ પત્ર દ્વારા પુન: ડેપો મેનેજરને યાદ અપાવી લેખિત રજૂઆત કરવામા આવી તેમાં જણાવ્યું છે કે અમારી એર કુલરની રજૂઆત અને જરૂૂરિયાત મુજબના પંખા મૂકવાની રજૂઆતને અમે વળગી રહીએ છીએ અને તંત્રની દાનત જો ન હોય તો ગુજરાત એસટી મુસાફર હિતરક્ષક સમિતિને પંખાઓ કે એર કુલર ફીટ કરવા માટેની મંજૂરી આપવા પત્ર દ્વારા માંગ કરી છે. જો તંત્ર દ્વારા મંજૂરી મળે તો શહેરમાંથી દાતાઓને આ બાબતે રૂૂબરૂૂ મળી પંખાઓ નાખવા માટે અપીલ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *