વાંકાનેર ડેપોની બસમાં તૂટેલી સીટો અને ગંદકી વચ્ચે મુસાફરો રામભરોસે

ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, વિજયભાઈ યાદવની સંયુક્ત યાદી જણાવે છે કે, તારીખ…

ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, વિજયભાઈ યાદવની સંયુક્ત યાદી જણાવે છે કે, તારીખ 12/02/26 ના મારા મૂળ વતન ખેરવા (તાલુકો વાંકાનેર) થી બપોરના 12:40 ઉપડતી વાંકાનેર રાજકોટ વાંકાનેર રૂૂટ ની બસ નંબર GJ-18-Z 7404 બસમાં રાજકોટ આવી રહ્યો હતો ત્યારે જોયું તો બસમાં ડસ્ટબીન સંપૂર્ણપણે ભરાયેલી હતી અને પાછળનો સોફો છેલ્લી સિટો પણ તૂટેલી અને ભંગાર હાલતમાં હતી જે પગલે પ્રતિનિધિ દ્વારા કંડકટરની ફરિયાદ બુકમાં ફરિયાદ કરવામાં આવી અને વાંકાનેર ડેપો મેનેજરને આ અંગે જાણ કરવામાં આવી.

હાલ એસ.ટીમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે વાંકાનેર ડેપો માંથી જ રાજકોટ તરફ રવાના થયેલી બસની ડસ્ટબિન સંપૂર્ણપણે ભરાયેલી હોય અને ગંદકી હોય એ તો કેવું કહેવાય ? એસ.ટી બસમાં ખામીયુક્ત સેવા અને બસમાં કોઈ કામગીરી કરવાની થતી હોય તો ડ્રાઇવરે લોગ સીટની નકલમાં (પરિશિષ્ટ 13) મુજબ રિપોર્ટ ભરવાનો થાય છે તો આ પ્રકારની ભંગાર અને તૂટેલી સીટો અંગે રિપોર્ટ શા માટે ભરવામાં આવેલ નહીં ? રાજ્યમાં અનેક બસોમાં આ પ્રકારની ખામીયુક્ત સેવાઓ મુસાફરો ભોગવી રહ્યા છે. ત્યારે હેડ મિકેનિક કે ડેપો મેનેજરની જવાબદારી ફિક્સ થવી જોઈએ. વાંકાનેર ડેપોના ડેપો મેનેજરને જાણ કરતા ની સાથે જ તાત્કાલિક તેઓએ હકારાત્મક વલણ અપનાવી તૂટેલી સીટની મરામત કરવા આદેશ કર્યા બાદ લેખિતમાં પ્રત્યુતર પણ આપવામાં આવેલ. રાજ્યમાં હાલ 29 લાખ મુસાફરો એસટી તંત્રમાં રોજબરોજ અપડાઉન કરે છે અને 8550 બસો ઓન ધ રોડ ચાલી રહી છે.

અને તેમ છતાં એસટી તંત્ર દ્વારા મુસાફરોને પડતી કોઈ સમસ્યા અંગે હેલ્પલાઇન નંબર ચાલુ કરવામાં આવેલ નથી. ઓનલાઇન ફરિયાદનો હઠાગ્રહ રાખવામાં આવે છે.જે એસ.ટીના ડ્રાઇવર માંથી અધિકારીઓ બનેલા એસટીના સાહેબોને પણ આવડતું હોતું નથી. દરેક મુસાફર ખામીયુક્ત સેવા અંગે કંડકટરની ફરિયાદ બુકમાં અથવા ટ્રાફિક કંટ્રોલરમાં રહેલી ફરિયાદ બુકમાં નોંધ કરી એ નોંધની જાણ ગુજરાત એસ.ટી મુસાફરના હેલ્પલાઇન નંબર 9426229396 પર જાણ કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *