સંસદ સત્ર બાદ પક્ષ-વિપક્ષની ‘ચાય પે ચર્ચા’, PM મોદી-પ્રિયંકા ગાંધી સહિત દિગ્ગજો રહ્યાં હાજર

    સંસદના બંને ગૃહોને અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવ્યા હતા. સત્રના સમાપન બાદ, લોકસભા સ્પીકર ઓમ બિરલાના કક્ષમાંથી એક એવી તસવીર સામે આવી…

 

 

સંસદના બંને ગૃહોને અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવ્યા હતા. સત્રના સમાપન બાદ, લોકસભા સ્પીકર ઓમ બિરલાના કક્ષમાંથી એક એવી તસવીર સામે આવી છે જેમાં પીએમ નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને પ્રિયંકા ગાંધી સાથે બેઠા દેખાય છે. આ ઉપરાંત વાયનાડથી પહેલી વાર સાંસદ બનેલા, સપાના ધર્મેન્દ્ર યાદવ, એનસીપી શરદ પવાર જૂથના સુપ્રિયા સુલે અને ડી રાજા પણ બેઠકમાં હાજર રહ્યા હતા. નોં શિયાળુ સત્રના સમાપન પર લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ તેમના ચેમ્બરમાં પક્ષના નેતાઓ અને લોકસભાના સાંસદો સાથે બેઠક યોજી હતી.

ખાસ વાત એ છે કે, ચોમાસું સત્રના સમાપન બાદ લોકસભા સ્પીકર દ્વારા બોલાવવામાં આવેલી આવી જ ચા પાર્ટીમાં રાહુલ ગાંધી સામેલ થયા ન હતા, પરંતુ આ વખતે તેમની બહેન પ્રિયંકા ગાંધીએ આ પરંપરા નિભાવી હતી.

આ બેઠકની સૌથી ખાસ વાત પ્રિયંકા ગાંધીની બેઠક વ્યવસ્થા હતી. વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીને રક્ષા મંત્રી રાજનાથ સિંહની બરાબર બાજુની સીટ આપવામાં આવી હતી, જ્યાં તેઓ રક્ષા મંત્રી સાથે ચા પીતા જોવા મળ્યા હતા. તેમની બાજુમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બેઠા હતા. આ તસવીરમાં લગભગ સમગ્ર વિપક્ષ હાજર જોવા મળ્યો હતો.

પક્ષ-વિપક્ષની ચાય પે ચર્ચા બાદ હવે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે આ બેઠકમાં શું-શું વાતો થઈ? સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રિયંકા ગાંધી વચ્ચે કોંગ્રેસના મહાસચિવના મતવિસ્તાર કેરળના વાયનાડ અંગે ચર્ચા થઈ છે.કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી અને વડાપ્રધાન મોદી વચ્ચેની વાતચીતને સૌહાર્દપૂર્ણ અને સકારાત્મક ગણાવવામાં આવી રહી છે, જે ગૃહમાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચેની કડવાશથી વિપરીત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *