સિંગતેલમાં રૂા.50 અને કપાસિયા તેલમાં રૂા.40ની આંશિક રાહત મળી

ગત વર્ષની સરખામણીએ રૂા.200 સુધીનો ડબ્બે ઘટાડો થયો: ગૃહિણીઓની બચતને રાહત ખાદ્યચીજોના ભાવમાં સતત ઉછાળા વચ્ચે ખાદ્યતેલના ભાવમાં આંશિક રાહત મળી છે. કયાસીયા અને સિંગતેલની…

ગત વર્ષની સરખામણીએ રૂા.200 સુધીનો ડબ્બે ઘટાડો થયો: ગૃહિણીઓની બચતને રાહત

ખાદ્યચીજોના ભાવમાં સતત ઉછાળા વચ્ચે ખાદ્યતેલના ભાવમાં આંશિક રાહત મળી છે. કયાસીયા અને સિંગતેલની કિંમતમાં 40થી 50 સુધીનો ઘટાડો થયો છે. બચત માટે સતત ઝઝુમતી ગૃહિણીના બજેટને રાહત મળી છે.
જીવન જરૂૂરિયાતની વસ્તુને લઈને જનતા મોંઘવારીના મારમાં પિસાઈ રહી છે. ત્યારે હવે ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થયો છે. ખાદ્યતેલના ભાવમાં કડાકો નોંધાયો છે. સિંગતેલમાં રૂૂ.50 અને કપાસિયા તેલના ભાવમાં રૂૂ.40નો ઘટાડો થયો છે. જ્યારે સિંગતેલના 15 કિલો ડબ્બાનો ભાવ રૂૂ. 2490 થયો છે. કપાસિયા તેલના 15 કિલો ડબ્બાનો ભાવ રૂૂ. 2220 એ પહોંચ્યો છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ડબ્બામાં રૂૂ. 200નો ઘટાડો નોંધાયો છે. ગરમીને કારણે ખાદ્યતેલની ડિમાન્ડમાં ઘટાડો નોંધાયો છે. નવી મગફળીની બમ્પર આવક થતા ખાદ્યતેલના ભાવ ઘટ્યા છે. આગામી દિવસોમાં ખાદ્યતેલના ભાવ હજુ ઘટે તેવી શકયતા જોવામાં આવી રહી છે.

બજારની હાલની સ્થિતિ પર નજર કરીએ તો તેલના ભાવમાં બજારમાં ઘટાડો થયો છે. જોકે કેટલીક જગ્યાએ તેનું મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. આમ થવા પાછળ નિષ્ણાતો ઘણા કારણો આપી રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે, સરસિયાનું તેલ, સીંગતેલ, સોયાબીન તેલીબિયાં, કાચુ પામ ઓઈલ અને પામોલિન ઓઈલના ભાવમાં પહેલા કરતા સુધારો થયો છે. જ્યારે આયાતી તેલના સસ્તા થવાની અસર સોયાબીનના તેલ પર પડી છે. તેની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *