ચાલુ અઠવાડિયે મેલેરિયા-ડેન્ગ્યુ-ચિકન ગુનિયાનો એકપણ કેસ નહીં, કમળો-ટાઈફોડના કેસો નોંધાયા
રાજકોટ શહેર હાલ રાજ્યનું સૌથી ગરમ શહેર છે તાપમાન 44 ડિગ્રીને આંબી રહ્યું છે. આકરો તાપ પડતા રોગચાળામાં આંશિક ગટાડો થયો છે. જ્યારે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયામાં રાહત જોવા મળી રહી છે. કમળાના ત્રણ અને ટાઈફોડના ચાર દર્દીઓએ સારવાર લીધી છે. જ્યારે શરદી-ઉધરસ,સામાન્ય તાવ અને ઝાડા ઉલ્ટીના 1449 દર્દીઓ તંત્રના ચોપડે નોંધાયા છે. છેલ્લા પખવાડિયાથી રાજકોટમાં તડકો તપતા પાણી જન્ય અને મચ્છર જન્ય રોગચાળા પર કાબુ આવ્યો છે. અને હોસ્પિટલોમાં પણ દર્દીઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઉપરાંત આકરા તાપથી બચવા માટે મહાપાલિકા દ્વારા માર્ગદર્શીકા જાહેર કરવામાં આવી હોવાથી રોગચાળા પર કાબુ કરવામાં આવ્યો છે. આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે.
વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.31/3/2025 થી તા.06/04/2025 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 21,955 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 520 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.
ડેન્યુુદ રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 577 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂગલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 158 અને કોર્મશીયલ 68 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે.
