સગપણ થતું ન હોવાથી પારડીના યુવાનનો ઝેરી દવા પી આપઘાત

ગોંડલ હાઇવે પર આવેલા પારડી ગામે રહેતા યુવાને સગપણ થતુ ન હોવાથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી…

ગોંડલ હાઇવે પર આવેલા પારડી ગામે રહેતા યુવાને સગપણ થતુ ન હોવાથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. જાણવા મળતી વિગત મુજબ મુળ રાજકોટમાં મોરબી રોડ પર બેડી ગામે રહેતો અને હાલ પારડી ગામે પડવલા રોડ પર સત્યમ પાર્ક સોસાયટીમાં રહેતો લક્ષ્મણ વિનુભાઇ મકવાણા (ઉ.વ.31)નામના યુવાને આજે સવારે પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.

બનાવની જાણ થતા શાપર પોલીસ મથકના હેડકોન્સ્ટેબલ મુકેશભાઇ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક લક્ષ્મણ બે ભાઇ એક બહેનમાં નાનો અને દારૂ પીવાની ટેવ ધરાવતો હોવાનુ જાણવા મળ્યુ છે. તે છેલ્લા પાંચ વર્ષથી પરિવારથી અલગ રહેતો હોવાનુ જાણવા મળ્યુ છે. સગાઇ થતી ન હોવાથી કંટાળી તેણે આ પગલુ ભરી લીધાનું ખુલવા પામ્યુ છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *