શુક્ર-શનિ મોદી અને રાહુલના સમાંતર કાર્યક્રમો

વડાપ્રધાન મોદી સુરત-નવસારીમાં, રાહુલ ગાંધી અમદાવાદમાં આપશે હાજરી ગુજરાતમાં આગામી તા.7 અને 8 માર્ચના રોજ વડાપ્રધાન મોદી સુરત અને નવસારીના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે…

વડાપ્રધાન મોદી સુરત-નવસારીમાં, રાહુલ ગાંધી અમદાવાદમાં આપશે હાજરી

ગુજરાતમાં આગામી તા.7 અને 8 માર્ચના રોજ વડાપ્રધાન મોદી સુરત અને નવસારીના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે તે જ દિવસોમાં કોંગ્રેસના નેતા રાહુલગાંધી પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. બન્ને ટોચના નેતાઓના સમાંતર કાર્યક્રમોથી રાજકિય વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે.

64 વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. તેને લઇને ગુજરાત કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરુ કરવામાં આવી છે. આ પહેલા રાષ્ટ્રીય નેતાઓના આગમન શરૂૂઆત થઈ ગઈ છે. રાહુલ ગાંધી 7-8 માર્ચે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવવાના છે. રાહુલ ગાંધી આ બે દિવસના પ્રવાસ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકરો સાથે મુલાકાત કરશે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી 7-8 માર્ચે ગુજરાત પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ પોલિટિકલ અફેર્સ કમિટીમાં ભાગ લેશે. આ દરમિયાન ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે પણ મુલાકાત કરશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા રાહુલ ગાંધીની આ મુલાકાત ખૂબ જ ખાસ માનવામાં આવે છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા કેસી વેણુગોપાલ ગઇકાલે જ અમદાવાદ પહોંચ્યા હતા. કોંગ્રેસના અધિવેશન પહેલા તેઓ અમદાવાદ આવ્યા હતા. રાષ્ટ્રીય અદિવેશનની તૈયારીઓને લઈ વેણુગોપાલ અમદાવાદ આવ્યા છે.

આ પહેલા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે જાહેરાત કરતાં કહ્યું હતું કે, આ વખતે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં મળશે. શક્તિસિંહ આ વાતની માહિતી આપતા જણાવ્યું કે, કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન આ વખતે અમદાવાદમાં સાબરમતી રિવરફન્ટ ખાતે આગામી 8 અને 9 એપ્રિલે મળશે. રાષ્ટ્રીય અધિવેશનને લઈને પ્રદેશ કોંગ્રેસે તૈયારીઓ પણ શરૂૂ કરી દીધી છે. ખાસ વાત છે કે, આ અધિવેશનમાં કોંગ્રેસના રાષ્ટ્રીય કક્ષાના દિગ્ગજ નેતાઓ મલ્લિકાર્જૂન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિતનાઓ અમદાવાદમાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *