રોગચાળો વધુ એક જિંદગી ભરખી ગયો: 4 વર્ષની બાળાનું તાવ-શરદીથી મોત

રાજકોટ સહિત રાજ્યભરમાં રોગચાળોબેકાબુ બન્યો હોય તેમ અવાર નવાર જીવલેણ રોગચાળાથી માનવ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે વધુ એક બનાવમાં ભગવતી પરામાં રહેતા…

રાજકોટ સહિત રાજ્યભરમાં રોગચાળોબેકાબુ બન્યો હોય તેમ અવાર નવાર જીવલેણ રોગચાળાથી માનવ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે વધુ એક બનાવમાં ભગવતી પરામાં રહેતા પરિવારની ચાર વર્ષની બાળકીનું તાવ-શરદીની બીમારી સબબ મોત નિપજતા પરિવારમાં માતમ છવાયો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ભગવતી પરા વિસ્તારમાં આવેલ આશાબાપીર દરગાહ પાસે રહેતા પરિવારની આઈશા આબીબભાઈ રાઉમા નામની ચાર વર્ષની બાળકી પોતાના ઘરે હતી ત્યારે સવારના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડતા તાત્કાલીક સારવાર માટે જનાના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકીની સારવાર કારગત નિવડે તે પૂર્વેજ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.

પ્રાથમિક તપાસમાં મૃતક આઈશા રાઉમા એકના એક ભાઈની એકની એક બહેન હતી. આઈશા રાઉમાં બે દિવસની તાવ-શરદીની બિમારીમાં સપડાયા બાદ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આબનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *