ભારતના હુમલા બાદ પાકનું શેરબજાર પણ ધરાશાયી: ભારતમાં અડીખમ

  ઓપરેશન સિંદુર પછી ભારતીય શેરબજાર અડીખમ રહ્યું છે ત્યારે પાકિસ્તાન શેરબજારમાં ગભરાટનો માહોલ છે. ઓપરેશન સિંદૂરના સમાચારથી પાકિસ્તાની રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે. પાકિસ્તાનનું શેરબજાર…

 

ઓપરેશન સિંદુર પછી ભારતીય શેરબજાર અડીખમ રહ્યું છે ત્યારે પાકિસ્તાન શેરબજારમાં ગભરાટનો માહોલ છે. ઓપરેશન સિંદૂરના સમાચારથી પાકિસ્તાની રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે. પાકિસ્તાનનું શેરબજાર ખરાબ રીતે તૂટી ગયું. બુધવારે શરૂૂઆતના ટ્રેડિંગ દરમિયાન પાકિસ્તાનના મુખ્ય શેરબજાર ઇન્ડેક્સ કરાચી-100 (કેએસઈ-100) 6,272 પોઈન્ટ (5.5%) ઘટ્યો હતો. મંગળવારના બંધ 113,568.51 ની સરખામણીમાં તે 107,296.64 ની નીચી સપાટીએ પહોંચ્યો.

22 એપ્રિલે કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદથી પાકિસ્તાનના શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારથી, પાકિસ્તાનનું બજાર લગભગ 8% ઘટ્યું છે. તે જ સમયે, પાલહગામ હુમલા પછી, સેન્સેક્સ લગભગ 2% વધ્યો. અહીં, શરૂૂઆતના કારોબારમાં ભારતીય શેરમાં 160 પોઈન્ટ સુધીનો ઉછાળો જોવા મળ્યો. દિવસ દરમિયાન સેન્સેક્સ 80,844.63 ની ઊંચી સપાટી અને 79,937.48ની નીચી સપાટીને સ્પર્શ્યો હતો, જ્યારે નિફ્ટી 24,449.60ની ઊંચી સપાટી અને 24,220 ની નીચી સપાટીને સ્પર્શ્યો હતો. ભારતે ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *