યુદ્ધની અસરમાં પાક.ની કમર તૂટી : 4 દી’નું સપ્તાહ

તમામ શાળાઓ-ઈફ્તાર પાર્ટીઓ બંધ, વિવિધ સ્તરે પગાર કાપ અમલી; ઉજવણી-મેળાવડાને બ્રેક, અડધા કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ મધ્ય પૂર્વમાં અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા…

તમામ શાળાઓ-ઈફ્તાર પાર્ટીઓ બંધ, વિવિધ સ્તરે પગાર કાપ અમલી; ઉજવણી-મેળાવડાને બ્રેક, અડધા કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ

મધ્ય પૂર્વમાં અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભયંકર યુદ્ધના કારણે આખી દુનિયામાં તેલનું મોટું સંકટ ઊભું થયું છે. આ પરિસ્થિતિને જોતા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પોતાના દેશને આર્થિક બરબાદીથી બચાવવા માટે તાજેતરમાં જ કેટલાક બહુ કડક અને આકરા નિર્ણયો લીધા છે. પાકિસ્તાનમાં હવે સરકારી કચેરીઓ અઠવાડિયામાં માત્ર 4 દિવસ જ ખુલશે અને મંત્રીઓના પગાર પણ આગામી 2 મહિના માટે સાવ બંધ કરી દેવામાં આવ્યા છે. પાકિસ્તાનમાં અખાતી યુધ્ધ પોતે સીધો પક્ષકાર દેશ ન હોવા છતાં મરણતોલ સાબિત થઈ રહ્યું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં અત્યારે ભયંકર આર્થિક મુશ્કેલી ચાલી રહી છે. સરકારની નવી જાહેરાત મુજબ, પાકિસ્તાનમાં હવે તમામ સરકારી કચેરીઓ અઠવાડિયામાં માત્ર 4 દિવસ માટે જ ખુલ્લી રહેશે. બાકીના સમયમાં 50 ટકા જેટલા કર્મચારીઓ પોતાના ઘરેથી જ કામ કરશે, જેથી વાહનવ્યવહાર ઓછો થાય અને ઈંધણની મોટી બચત થઈ શકે. જોકે, આ કડક નિયમ નાણાકીય સંસ્થાઓને લાગુ પડશે નહીં. આ ઉપરાંત, નાના બાળકો અને વિદ્યાર્થીઓની શાળાઓ પણ 2 અઠવાડિયા માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. તમામ સરકારી જાહેર ર્કાયક્રમો જુન સુધી અટકાવી દેવાયા છે. ઈફતાર પાર્ટીઓ પર દેશ વ્યાપી પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.

વડાપ્રધાને પોતાના ભાષણમાં ચોખ્ખું કહ્યું કે, દુનિયાભરમાં કાચા તેલનો ભાવ 60 થી અચાનક ઉછળીને સીધો 100 ની પાર પહોંચી ગયો છે. પાકિસ્તાન પોતાના દેશનું મોટાભાગનું તેલ અને કુદરતી વાયુ અખાતી દેશો પાસેથી જ ખરીદે છે. હવે જ્યારે ત્યાં જ યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે પાકિસ્તાન માટે સ્થિતિ બહુ નાજુક બની ગઈ છે. ઈંધણ બચાવવા માટે સરકારે એવો આદેશ આપ્યો છે કે તમામ સરકારી વિભાગોમાં વપરાતા 60 ટકા જેટલા વાહનો આવતા 2 મહિના સુધી રસ્તા પર ઉતારવામાં આવશે નહીં. સરકારી વાહનો પાછળ વપરાતા ઈંધણમાં પણ 50 ટકાનો મોટો કાપ મૂકવામાં આવ્યો છે.

પાકિસ્તાનની આર્થિક હાલત પહેલાથી જ ખરાબ હતી અને હવે આંતરરાષ્ટ્રીય યુદ્ધે તેમને પડ્યા પર પાટું મારવાનું કામ કર્યું છે. પાકિસ્તાન અત્યારે આંતરિક સુરક્ષાની સમસ્યાઓનો પણ સામનો કરી રહ્યું છે. પાકિસ્તાન અત્યારે ખરા અર્થમાં બહુ મોટી અને કપરી મુશ્કેલીમાં ફસાઈ ગયું છે.

પાક સરકારના હુકમો
1. પાકિસ્તાનમાં ભયાનક ઈંધણ સંકટ પેદા થયું છે. જે બાદ શાહબાઝ સરકારે રાતોરાત પેટ્રોલના ભાવમાં 55 પાકિસ્તાની રૂૂપિયાનો વધારો કર્યો છે. 2. 31 માર્ચ સુધી તમામ શાળાઓમાં રજા જાહેર 3. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ક્લાસ ઓનલાઈન લેવામાં આવશે 4. સરકારી વિભાગોના 50% કર્મચારીઓ ઘરેથી કામ કરશે ( વર્ક ફ્રોમ હોમ ) 5. બેન્ક સિવાયની તમામ સરકારી કચેરીઓ અઠવાડિયામાં માત્ર 4 દિવસ જ કાર્યરત રહેશે 6. પાકિસ્તાનના તમામ મંત્રીઓને બે મહિના સુધી પગાર અને ભથ્થાં નહીં મળે 7. પાકિસ્તાનના તમામ ધારાસભ્યોના પગારમાં 25 ટકાનો કાપ 8. ઍમ્બ્યુયલન્સ અને સરકારી બસો સિવાયની તમામ સરકારી ગાડીઓના પેટ્રોલ-ડીઝલ ભથ્થાંમાં 50 ટકાનો કાપ 9. સરકારી જગ્યાઓ પર 60 ટકા વાહનો ઠપ 10. 3 લાખથી વધુ વેતન ધરાવતા અધિકારીઓનો બે દિવસનો પગાર કપાશે 11. તમામ સરકારી જગ્યાઓ પર જૂન મહિના સુધી નવી ગાડી, ફર્નિચર, એસી ખરીદવા પર રોક 12. મંત્રીઓ અને અધિકારીઓના વિદેશ પ્રવાસ પર રોક 13. ઈફ્તાર પાર્ટી, ઓફિશિયલ ડિનર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *