મચ્છરજન્ય રોગચાળો વકરતા હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ખંભાળિયા શહેર હાલમાં મચ્છરજન્ય રોગચાળાની ચપેટમાં આવી ગયું છે. અનિયમિત વરસાદ અને ગરમીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને આ…

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ખંભાળિયા શહેર હાલમાં મચ્છરજન્ય રોગચાળાની ચપેટમાં આવી ગયું છે. અનિયમિત વરસાદ અને ગરમીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને આ જ કારણે ડેન્ગ્યુ, મેલેરિયા અને ટાઇફોઇડ જેવા રોગોના કેસોમાં ભારે વધારો થયો છે. શહેરની સરકારી હોસ્પિટલમાં રોજના 600થી વધુ દર્દીઓ ઓપીડીમાં સારવાર માટે આવી રહ્યા છે.


તાવ, શરદી, ઉધરસ, માથાનો દુખાવો અને શરીરમાં દુખાવો જેવા લક્ષણોવાળા દર્દીઓની સંખ્યામાં ભારે વધારો થયો છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો આ રોગોની ઝપેટમાં આવી રહ્યા છે. હોસ્પિટલમાં દર્દીઓની ભીડને કારણે સ્ટાફ પણ પૂરતો નથી. દર્દીઓને સારવાર મળવામાં મુશ્કેલી પડી રહી છે.


આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરોનો નાશ કરવા માટે ફોગિંગ અને અન્ય જરૂૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. જો કે, આ પગલાં પૂરતા નથી. લોકોને પણ સાવચેત રહેવાની જરૂૂર છે. મચ્છરોના કરડવાથી બચવા માટે મખરદાનીનો ઉપયોગ કરવો, લાંબા કપડાં પહેરવા અને ઘર આસપાસ પાણી ન ભરાય તેની કાળજી લેવી જરૂૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *