લાલપુર બાયપાસ જંક્શન પર રૂા. 4109 લાખના ખર્ચે બનશે ઓવરબ્રિજ

  સ્ટેન્ડિંગ કમિટીમાં રૂા. 141.45 કરોડના વિકાસ કામોને અપાઈ લીલીઝંડી: જૂના જકાતનાકા બાયપાસને જોડતો રોડ 30 મીટર પહોળો કરાશે સિટી બ્યુટીફિકેશન માટે રૂા. 37.70 લાખ…

 

સ્ટેન્ડિંગ કમિટીમાં રૂા. 141.45 કરોડના વિકાસ કામોને અપાઈ લીલીઝંડી: જૂના જકાતનાકા બાયપાસને જોડતો રોડ 30 મીટર પહોળો કરાશે

સિટી બ્યુટીફિકેશન માટે રૂા. 37.70 લાખ મંજૂર : સ્ટ્રક્ચરલ વર્ક માટે રૂા. 956.66 લાખ ખર્ચ કરાશે : રંગમતી નદીના પ્રોજેક્ટ માટે 31 લાખના ખર્ચને બહાલી

જામનગર મહાનગરપાલિકાની મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ રૂૂપિયા 141 કરોડ 45 લાખના વિવિધ વિકાસ કામો ને મંજૂરી આપવા માં આવી હતી. જામનગર મહા નગરપાલિકા ની સ્ટેન્ડીંગ કમિટી ની મીટીંગ તા. 25-02-2025 ના રોજ નિલેશ કગથરા ના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. તેમાં કુલ 10 સભ્યો ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશ્નર ડી.એન.મોદી, સીટી એન્જીનીયર ભાવેશભાઈ જાની, ઇચા. આસી. કમિશ્નર (ટે.) જીજ્ઞેશ નિર્મલ ઉપસ્થિત રહયા હતા.

હાપા માર્કેટીંગ યાર્ડ માં રોડ પર ટી.પી. સ્કીમ નં. 1, એફ.પી. નં. 61 માં શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે રૂૂા. 58.04 લાખ નું ખર્ચ , સુભાષબીજ ના હૈયાત ડીવાઈડર ની રેલીંગ ને ડીમોલીશ કરી નવી ડીઝાઈન મુજબ ની રેલીંગ તથા ડીવાઈડરનું મોડીફીકેશન કરવા ના કામ માટે રૂૂા. 23.64 લાખ નું ખર્ચ , સીવીલ ઈસ્ટ ઝોન (વોર્ડ નં.11) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારી થી માળખાકીય સુવિધાઓ ની વિકાસ યોજના અંતર્ગત સી.સી. રોડ/ સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ અંગે રૂૂા. 200 લાખ , સીવીલ ઈસ્ટ ઝોન (વોર્ડ નં. 10) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસ યોજના અંતર્ગત સી.સી. રોડ/ સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ અંગે રૂૂા. 200 લાખ , કેબલ ટી.વી. / મનોરંજન કર / વ્યવસાય વેરા ગ્રાંટ (સ્વભંડોળ) અન્વયે સીવીલ શાખા વેસ્ટ ઝોન (વોર્ડ નં. 1,6 અને 7) માં વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવેલ ટ્રેન્ચમાં સી.સી. પેચવર્ક (સી.સી. ચરેડા) ના કામ માટે રૂૂા. 19.15 લાખ , સીવીલ વેસ્ટ ઝોન (વોર્ડ નં. 1,6 અને 7) માં સ્ટ્રેનધનિંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગાર્ડન વર્કસ ના કામ માટે રૂૂા. 5 લાખ નું ખર્ચ મંજુર કરવામાં આવ્યું હતું. વોર્ડ નં. 9 થી 16 માં ગાર્ડનના હેતુ માટે ટ્રેક્ટર ટ્રોલી વીથ લેબર સપ્લાય કરવાના કામ અન્વયે રૂૂા. 6 લાખ , સીવીલ વેસ્ટ ઝોન (વોર્ડ નં. 1,6 અને 7) માં સ્ટ્રેનધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ કેનાલ બ્રીજ વર્કસ ના કામ માટે રૂૂા. 5 લાખ નો ખર્ચ માન્ય રખાયો હતો.

વોર્ડ નં. 1 થી 8 માં ગાર્ડનના હેતુ માટે ટ્રેક્ટર ટ્રોલી વિથ લેબર સપ્લાય કરવા ના કામ માટે રૂૂા. 6 લાખ , વોર્ડ નં. 16, મહાવીરનગર પટેલનગર બહ્મસમાજ મેઈન રોડ સી.સી. રોડનું કામ , વોર્ડ નં. 16, મંગલધામ મારૂૂ કંસારા મેઈન રોડમાં સી.સી. રોડનું કામ , વોર્ડ નં. 19, સાધના કોલોની જલારામ મંદિરવાળો મેઈન રોડ (ગેઈટ નં. 1) લાલપુર રોડ થી પાછળના ડી.પી. રોડ સુધી જુનો સી.સી. રોડ કાઢી ફકત નવો સી.સી. રોડ બનાવવાનું કામ , વોર્ડ નં. 16 માં સાધના કોલોની (ગેઈટ નં. 3) બાપા સીતારામ મંદિરવાળા મેઈન રોડ વાયા સિધ્ધી વિનાયક સોસાયટી મેઈન રોડથી પાછળના ડી.પી. રોડ સુધી સી.સી. રોડ કાઢી ફક્ત નવો સી.સી. રોડ બનાવવાનું કામ , વોર્ડ નં. 19 માં મંગલદિપ 1 અને મંગલદિપ 2 વચ્ચેના મેઈન રોડમાં સી.સી. રોડના કામ માટે રૂૂા. 8.79 લાખ , સીવીલ વેસ્ટ ઝોન (વોર્ડ નં.7) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ /સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ અંગે રૂૂા. 100 લાખ , સીવીલ વેસ્ટ ઝોન (વોર્ડ નં. 1,6 અને 7) માં સ્ટ્રેન્ટનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ રોડ વર્કસ (મેટલ, મોરમ, ગ્રીટ સપ્લાય કરી પાથરી આપવાનું કામ) ના કામ માટે. રૂૂા. 2.50 લાખ , વોર્ડ નં. 15 માં ગોકુલનગર સાંઢીયા પુલ પાસે આવેલ રે.સ. નં. 1317 પૈકી ની જામનગર મહાનગરપાલિકા ની જગ્યા ઉપર નવુ આધુનિક સગવડતા / સુવિધા સાથેનું પ્રાથમિક શાળાનું મકાન બનાવવાના કામ અંગે રૂૂા. 50.625 લાખ મંજુર સીવીલ સાઉથ ઝોન (વોર્ડ નં. 8, 15 અને 16) માં બિલ્ડીંગ આર.સી. અંતર્ગત નસ્ત્રસીટી બ્યુટીફીકેશનસ્ત્રસ્ત્ર અન્વયે કરવામાં આવેલ કામગીરી અંગે રૂૂા. 7.94 લાખ , સીવીલ ઇસ્ટ ઝોન (વોર્ડ નં. 10, 11 અને 12) માં ટ્રાફીક આર.સી. અંતર્ગત નસ્ત્રસીટી બ્યુટીફીકેશનસ્ત્રસ્ત્ર અન્વયે કરવામાં આવેલ કામગીરી અંગે રૂૂા. 20.58 લાખ , સીવીલ સાઉથ ઝોન (વોર્ડ નં. 8, 15 અને 16) માં ટ્રાફીક આર.સી. અંતર્ગત નસ્ત્રસીટી બ્યુટીફીકેશન અન્વયે કરવામાં આવેલ કામગીરી અંગે રૂૂા. 37.70 લાખ , સીવીલ વેસ્ટ ઝોન (વોર્ડ નં. 1,6 અને 7) માં ટ્રાફીક આર.સી. અંતર્ગત સીટી બ્યુટીફીકેશન અન્વયે કરવામાં આવેલ કામગીરી માટે રૂૂા. 2.15 લાખ, શહેરના નોર્થ ઝોન (વોર્ડ નં. 1, 2, 3, 4 અને 5) હેઠળ સમાવિષ્ટ તથા વિસ્તારોમાં શહેરી હૈયાત અને કાર્યરત હોય તેવા ભુગર્ભ ગટરના નેટવર્કના મજબુતીકરણ અને વિસ્તૃતિકરણ કરવાના કામ અંગે રૂૂા. 16 લાખ , સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શ્વાનો માટે ખસીકરણ તથા ઈમ્યુનાઈઝેશન બિલ્ડીંગ બનાવવાના કામ અંગે કમિશ્નર ની રજુ થયેલ દરખાસ્ત અન્વયે રૂૂા. 668.67 લાખ , સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા હસ્તકના કેટલ પોન્ડના સીવીલ વર્ક, સ્ટ્રકચરલ વર્કનું કામ અંગે કામ અંગે રૂૂા. 956.66 લાખ , પ્રાઈવેટ સોસાયટી સ્કીમ હેઠળ સફાઈ કામદારો અંગે ખર્ચ માટે રૂૂા. 0.60 લાખ, આશાપુરા હોટેલ – જુના જકાતનાકા થઈ બાયપાસને જોડતા 30 મીટર પહોળા ડી.પી. રોડ નું અમલીકરણ કરવાનું મંજુર કરાયું હતું. બેઝીક ઇન્સ્ટ્રુમેન્ટ ગ્લાસવેર, ડેમીકલ, પરચુરણ વસ્તુઓ, લેબ ફનીચર અને ફુડ લેબોરેટરી માટે મેનપાવરના કામ અંગે રૂૂા. 180 લાખ , આઉટડોર ડયુટી સબબ કોન્ટ્રાકટ બેઈઝ કર્મચારીઓને ક્ધવેયન્સ એલાઉન્સ ચુકવવા અંગે ની દરખાસ્ત ની મંજુર કરવામાં આવી હતી. વેટરનરી ડોકટર તરીકે ફરજ બજાવતા ક્ધટ્રોકટ બેઈઝ કર્મચારી ની મુદ્દત વધારવા અંગે કમિશ્નર ની દરખાસ્ત પણ મંજુર કરવામાં આવી હતી.

જામનગર શહેરના લાલપુર બાયપાસ જંકશન પર ફલાયઓવર બ્રીજ બનાવવાના કામ માટે રૂૂા. 4019 લાખ નો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. વ્હોરા હજીરા પાસે રંગમતી નદી પર રીવર બ્રીજ, ચેક ડેમ તથા રિટેઈનીંગ વોલ બનાવવા ન કામ માટે રૂૂ . 31.07 લાખ ના ખર્ચ ને મંજુર કરવામાં આવ્યું હતું આ ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી એક દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી જેમાં શ્રી શક્તિ મહિલા મંડળ ને આગામી તા. 01-03-2025 ના રોજ ટાઉન હોલ જે તે કેટેગરીમાં મંજુર થયેલ ભાવો અનુસાર આપવાનું મંજુર કરવા આવ્યું હતું.આને ડીપોઝીટમાંથી મુકિત આપવા નો નિર્ણય લેવાયો હતો.

 

મહાનગરપાલિકાનું જુનું વહીવટી બિલ્ડીંગ તોડી પડાશે: સ્ટેન્ડિંગની મંજૂરી
જામનગર મહાનગર પાલિકાના જુના વહીવટી ભવનને તોડી પાડવા માટે ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે. આગામી સમયમાં આ ઈમારતને તોડી પાડવાની કામગીરી કરવામાં આવશે. તાજેતરમાં હાઉસીંગ બોર્ડના મકાનો અને 1404 આવાસ યોજનાના મકાનો તોડી પાડવાની કામગીરી કરવામાં આવી હતી. જ્યારે હવે જામનગર મહાનગરપાલિકાના જુના વહીવટી ભવન અને જનરલ બોર્ડવાળી ઈમારત તોડી પાડવા માટે ટેન્ડરો મંગાવાયા છે. જેના કાટમાળથી મહાનગર પાલિકાને બે લાખ થી વધુ રૂૂપિયા ની આવક થશે. તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થયા પછી પાડતોડ શરૂૂ કરવામાં આવે છે.આજ ની સ્ટેન્ડિંગ કમિટી માં પણ મંજૂરી આપી દેવામાં આવી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *