સ્કૂલોમાં માત્ર 192 દિવસનો જ થતો અભ્યાસ, બોર્ડના અને નબળા વિદ્યાર્થીઓને સૌથી વધારે પડતી મુશ્કેલી : રજાઓ ઘટાડવા શિક્ષણવિદો અને વાલીઓમાં થતો ગણગણાટ
ગુજરાત સરકાર શાળા શિક્ષણને મહત્વ આપી અને રાજ્યમાં હોય આઉટ રેશિયો ઘટાડવા તેમજ શિક્ષણની ગુણવત્તા સુધારવા ‘ભણશે ગુજરાત, શિખશે ગુજરાત’ સુત્ર આપવામાં આવ્યું છે. પરંતુ વર્ષના 365 દિવસમાં તો વિવિધ પ્રકારની 173 જેટલી રજાઓ જાહેર કરવામાં આવી છે. અને અને 192 દિવસનો જ અભ્યાસ કરવામાં આવતો હોય જેમાં સૌથી વધારે સમસ્યા બોર્ડના વિદ્યાર્થીને થઈ રહી છે. ત્યારે આ રિતે આગળ વધશે ગુજરાત તેવા સવાલો પણ શિક્ષણ વિદોમાં ઉઠી રહ્યા છે.
વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની ઘડી નજીક આવી રહી છે. એટલે કે ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં સ્કૂલ અને બોર્ડની પરીક્ષાઓ યોજાશે. એવામાં દરેક વિદ્યાર્થી એ વિચારે છે કે આખા વર્ષમાં તેને સ્કૂલમાં અભ્યાસ કરવા માટે કેટલા દિવસ મળે છે અને આખા વર્ષમાં સ્કૂલમાં કેટલી રજાઓ હોય છે. આપને જણાવી દઈએ કે, 365 દિવસના વર્ષમાં અનેક પ્રકારની રજાઓ આવે છે, જેમ કે સાપ્તાહિક રજા (રવિવાર), ઉનાળાનું વેકેશન, દિવાળીનું વેકેશન, તહેવારની રજા અને પરીક્ષા દરમિયાન મળતી રજા. ચાલો જાણીએ આખા વર્ષમાં વિદ્યાર્થીઓ કેટલાક દિવસ સ્કૂલે જાય છે અને અભ્યાસ કરે છે.
આપણે જાણીએ છીએ કે એક વર્ષમાં કુલ 365 દિવસ હોય છે. દર અઠવાડિયે રવિવારની રજા હોય છે. એક વર્ષમાં 52 રવિવાર હોય છે, એટલે કે 52 દિવસ તો રજામાં જ ગયા. ઉનાળામાં મે-જૂન મહિનામાં સ્કૂલોમાં લગભગ 45 દિવસની રજા હોય છે. ડિસેમ્બર-જાન્યુઆરીમાં શિયાળાના કારણે કેટલીક સ્કૂલોમાં લગભગ 15 દિવસની રજા આપવામાં આવે છે. બોર્ડની પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા દરમિયાન પણ 15થી 20 દિવસની રજા મળી જ જાય છે. આની એવરેજ 17 માનીને ચાલીએ.
ઘણીવાર શાળા વહીવટીતંત્ર સ્થાનિક રજાઓ પણ આપે છે, જેમ કે: અચાનક ખરાબ હવામાનને કારણે રજાઓ, ચૂંટણી દરમિયાન શાળાઓ બંધ રહે છે, આંતરિક પ્રોગ્રામને કારણે પણ કેટલીકવાર શાળાઓ બંધ રહે છે. આ બધાની અંદાજે 8 દિવસની રજાઓ હોય છે. સરકારે આ બાબતે ઉંડાણથી વિચારવાની જરૂર છે. તેમ ચર્ચા થઈ રહી છે.
ગણતરી પરથી સ્પષ્ટ થાય છે કે એક વિદ્યાર્થીની પાસે શાળાએ જઈને અભ્યાસ કરવા માટે વર્ષમાં અંદાજે 192 દિવસ હોય છે, જ્યારે વિવિધ રજાઓના કારણે શાળાઓ 173 દિવસ બંધ રહે છે. આપને જણાવી દઈએ કે, આ રજાઓના ઘણા કારણો છે જેમ કે રાષ્ટ્રીય તહેવારો, પ્રાદેશિક તહેવારો અને ધાર્મિક કાર્યક્રમો. દરેક રાજ્યમાં જુદા જુદા દિવસે પ્રાદેશિક રજાઓ હોય છે. તેમાં વિવિધ રાજ્ય સરકારો દ્વારા જાહેર કરાયેલ પ્રાદેશિક અને રાજ્ય-વિશિષ્ટ રજાઓનો સમાવેશ થાય છે. આ સિવાય દર રવિવારે પણ શાળાઓમાં રજા હોય છે.
