વિરાણી હાઇસ્કૂલમાં અમારી અરજી રદ થઇ પણ જમીન સરકારી ઠરી છે એ અમારી જીત

રાજકોટના મધ્યમાં આવેલી ઐતિહાસિક શ્રી શામજી વેલજી વિરાણી વિવિધાલક્ષી શાળાની જમીનને લઈને ચાલતા વિવાદમાં નવો વળાંક આવ્યો છે. વિરાણી મેદાન બચાવો સમિતિ અને વિદ્યાર્થીઓ દ્વારા…

રાજકોટના મધ્યમાં આવેલી ઐતિહાસિક શ્રી શામજી વેલજી વિરાણી વિવિધાલક્ષી શાળાની જમીનને લઈને ચાલતા વિવાદમાં નવો વળાંક આવ્યો છે. વિરાણી મેદાન બચાવો સમિતિ અને વિદ્યાર્થીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને પ્રાંત અધિકારીએ માત્ર લોકસ સ્ટેન્ડી (કજ્ઞભીત જફિંક્ષમશ)ના ટેકનિકલ કારણોસર રદ કરી દીધી છે. જોકે, આ જ મામલે સરકારી તંત્રે પોતે જ કાર્યવાહી હાથ ધરીને વિરાણી હાઈસ્કુલની જમીનની ખાનગી માલિકીની નોંધ રદ કરીને તેને સરકારી નિયંત્રણ હેઠળ (શૈક્ષણિક હેતુ માટે) લાવવાનો આદેશ કર્યો છે.

વિરાણી હાઈસ્કુલની જમીન મૂળરૂૂપે 1946-51માં સરકાર દ્વારા શૈક્ષણિક હેતુ માટે ફાળવવામાં આવી હતી. સનદમાં સ્પષ્ટ શરતો હતી કે આ જમીનનો ઉપયોગ ફક્ત શાળા માટે જ થઈ શકે છે અને સરકારની પરવાનગી વગર તેનું વેચાણ કે બદલાવ કરી શકાય નહીં. છતાં છેલ્લા કેટલાક વર્ષોથી ટ્રસ્ટીઓમાં ફેરફાર કરીને જમીન વેચવાના પ્રયાસો થયાના આરોપો લાગ્યા છે.

વિરાણી મેદાન બચાવો સમિતિના અગ્રણી ડો. પુરુષોત્તમ પીપરીયાએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓની અરજી ગુણદોષને ધ્યાને લીધા વગર ફક્ત ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી, પરંતુ સરકારે પોતે જ આ જમીનને ખાનગી માલિકીમાંથી કાઢીને સરકારી શૈક્ષણિક હેતુ માટે નિયંત્રિત કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. તેમણે ટ્રસ્ટીઓના બદલાવને શંકાસ્પદ ગણાવીને તપાસની માંગ કરી છે.

સમિતિનું કહેવું છે કે, જો વિદ્યાર્થીઓ અને ડો. પીપરીયાએ સમયસર આ મામલે અવાજ ન ઉઠાવ્યો હોત તો જમીનનો એક ભાગ ગેરકાયદેસર રીતે વેચાઈ ગયો હોત. હવે આ મામલે વધુ તપાસ અને જમીનને કાયમી રૂૂપે જાહેર હિતમાં સુરક્ષિત રાખવાની જરૂૂરિયાત છે. રાજકોટની આ ઐતિહાસિક ધરોહરને બચાવવા માટે વિદ્યાર્થીઓની આ લડત હવે માત્ર કાનૂની લડત ન રહેતાં જનઆંદોલનનું સ્વરૂૂપ લઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *