ગીર સોમનાથ એલસીબી પોલીસે સાસણગીર નજીક સંગોદ્રા ગામ પાસે આવેલા ધ ગીર પ્રીમિયર રિસોર્ટમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસે હાઈપ્રોફાઈલ જુગારધામ પર દરોડો પાડીને 55 શખ્સોને ઝડપી પાડ્યા છે. એલસીબીના પીઆઇ અરવિંદસિંહ જાડેજા અને પીએસઆઇ સિંધવની ટીમે રિસોર્ટમાં દરોડો પાટીને 55 શખ્સોને ઝડપી લીધા હતાં.
પોલીસે કુલ 2.35 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો દરોડા દરમિયાન પોલીસે કુલ 2.35 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આમાં 28.49 લાખ રૂૂપિયા રોકડા, 1.80 કરોડની કિંમતના 15 ફોર વ્હીલ વાહનો અને 26.74 લાખની કિંમતના 70 મોબાઇલ ફોન સામેલ છે. સીસીટીવી કેમેરાનું ડીવીઆર અને જુગાર સાહિત્ય પણ જપ્ત કરવામાં આવ્યું છે. આરોપી ભાવેશ રામીની કારમાંથી 4 અંગ્રેજી દારૂૂની બોટલો મળી આવી છે. તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ અલગથી ફરિયાદ નોંધવામાં આવી છે.
સૌરાષ્ટ્રની સૌથી મોટી જુગાર રેડ રિસોર્ટના સંચાલક અજય અને ઉમેશ ભરાળે જુગારીઓની પથિક સોફ્ટવેરમાં ઓનલાઇન એન્ટ્રી કરી ન હતી. તેમની સામે જીપી એક્ટની કલમ 131 હેઠળ અલગથી ફરિયાદ નોંધવામાં આવી છે.આ રેડને સૌરાષ્ટ્રની સૌથી મોટી જુગાર રેડ માનવામાં આવી રહી છે. આ અગાઉ ક્યારેય પણ આટલી મોટી રકમ સાથેની જુગાર રેડ પોલીસ ચોપડે નોંધાઈ નથી. પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ લાગશે. પોલીસે વિવિધ કલમો હેઠળ કેસ નોંધી તમામ આરોપીઓને જેલ હવાલે કર્યા જિલ્લા પોલીસ વડા મનોરસિંહ જાડેજાના જણાવ્યા મુજબ, પકડાયેલા 16થી વધુ આરોપીઓ સામે અગાઉ વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયેલા છે. આથી તેમની સામે ઓર્ગેનાઈઝ ક્રાઈમ અંતર્ગત ઇગજની કલમ 112 હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે જુગારધારા, પ્રોહિબિશન અને જાહેરનામા ભંગ સહિતની વિવિધ કલમો હેઠળ કેસ નોંધી તમામ આરોપીઓને જેલ હવાલે કર્યા છે.