સરકારી શાળાઓમાં પાણી-શૌચાલયની સુવિધા તાકીદે આપવા આદેશ

ગુજરાત શાળા શિક્ષણ પરિષદ દ્વારા રાજ્યની તમામ સરકારી શાળાઓમાં ભૌતિક સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. પરિપત્ર મુજબ, રાજ્યના તમામ જિલ્લા…

ગુજરાત શાળા શિક્ષણ પરિષદ દ્વારા રાજ્યની તમામ સરકારી શાળાઓમાં ભૌતિક સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. પરિપત્ર મુજબ, રાજ્યના તમામ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તથા અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસનાધિકારીઓને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.

આ આદેશનો મુખ્ય ઉદ્દેશ શાળાઓમાં હયાત શૌચાલયો, પીવાના પાણી તેમજ હાથ ધોવાની સુવિધામાં સ્થળ તપાસ કરાવીને, જરૂૂરિયાત વાળી તમામ શાળાઓમાં જરૂૂરી રીપેરીંગ કામ કરાવી આ સુવિધાઓને કાર્યરત કરવાનો છે. રાજ્યની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા વધારવા માટે સરકાર દ્વારા ઉત્તમ પ્રકારનું સિવિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં આવે છે. શાળાઓમાં કુમાર અને ક્ધયાઓ માટે અલગ-અલગ શૌચાલય, દિવ્યાંગો માટે વિશિષ્ટ શૌચાલય, અને સ્વચ્છ પીવાના પાણીની સુવિધાઓ ઉભી કરવામાં આવે છે.

જોકે, સામાન્ય મરામત અથવા તો નિયમિત સાફસફાઈના અભાવના કારણે આ પ્રાથમિક સુવિધાઓ બિનકાર્યરત થઈ જતી હોવાની ગંભીર નોંધ ભારત સરકાર દ્વારા લેવામાં આવી છે. આથી, ક્ધયા, કુમાર અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ આ મૂળભૂત સુવિધાઓથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવું આવશ્યક બની ગયું છે.શાળાઓમાં આ ભૌતિક સુવિધાઓને કાર્યરત કરવા માટે મરામતની જરૂૂર જણાય તો, તેને સ્કૂલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેઈન્ટેનન્સ ગ્રાન્ટ અથવા કમ્પોઝીટ ગ્રાન્ટમાંથી ખર્ચ કરી રિપેરિંગ કરાવવાનું રહેશે. આ સમગ્ર કામગીરી શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા જ કરાવવાની રહેશે. સરકારના પરિપત્રમાં દર્શાવ્યા મુજબ, શૌચાલયમાં નળ દ્વારા પાણીની સુવિધા સુદઢ બનાવવી અને દરવાજા તથા ભોંયતળીયાનું રીપેરીંગ કામ કરવું. શૌચાલયમાં ટબનું જરૂૂરી કામ કરવું અને જરૂૂરિયાત મુજબ સોકવેલ કાર્યરત કરાવવી. શૌચાલયમાં હેન્ડ વોશની ફેસીલીટી, પ્લમ્બિંગ લાઈનની સુવિધા અને ડ્રેનેજ લાઈનનું કામ કરાવવું.

પાણીની ટાંકીનું રીપેરીંગ અને પ્લમ્બિંગ લાઈનની સુવિધા ઉભી કરવી. નળ બદલવા કે રીપેર કરવા તથા વધારાના પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવી. બાળકોની સંખ્યા મુજબ પીવાના પાણી અને હાથ ધોવાની સુવિધા માટેના નળ કાર્યરત સ્થિતિમાં કરાવવા. મુખ્ય સચિવની બેઠકમાં થયેલ ચર્ચા મુજબ રાજ્યની દરેક શાળામાં આ તમામ સુવિધાઓ ઉપલબ્ધ અને કાર્યરત સ્થિતિમાં છે તે ફરજિયાતપણે સુનિશ્ચિત કરવાનું રહેશે. સ્થળ પર નિરીક્ષણ કરી કામગીરી પૂર્ણ થયા બાદ, શાળાના આચાર્ય પાસેથી નિયત નમૂના મુજબનું પ્રમાણપત્ર મેળવી સંબંધિત કચેરીએ જમા કરાવવાનું રહેશે.

સચોટ ઓનલાઇન માહિતી આપવા આચાર્યોને સૂચના
પરિપત્રમાં જણાવાયુ છે કે, શાળાઓના આચાર્યઓ દ્વારા દર વર્ષે U-DISE અંતર્ગત શાળાની ભૌતિક સુવિધાઓ સંબંધિત માહિતી ઓનલાઈન ભરવામાં આવે છે, જે સંપૂર્ણ સચોટ અને વાસ્તવિક પરિસ્થિતિને અનુરૂૂપ ભરાય તે અત્યંત આવશ્યક છે. જે શાળાઓ ભાડાના મકાનમાં કે અન્ય પરિસરમાં કાર્યરત હોય અને ત્યાં શૌચાલય, કેરબો (વોટર જગ), બોર, વાસ્મો કનેક્શન કે અન્ય કોઈ પીવાના પાણીનો સ્રોત ઉપલબ્ધ હોય, તો તેની સચોટ માહિતી U-DISE માં નોંધવી ફરજિયાત છે. ઉચ્ચ કક્ષાએથી U-DISE નોંધવામાં આવતી માહિતીની ચકાસણી કરી તેની સચોટતા સુનિશ્ચિત કરવા માટે જરૂૂરી કાર્યવાહી કરવા પણ આદેશ અપાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *