જથ્થાબંધ કર્મચારીઓની છટણીની આંતરરાષ્ટ્રીય હોડમાં ઓરકેલ સામેલ

અમેરિકાની મલ્ટિનેશનલ ટેકનોલોજી કંપની ઓરેકલ 30 હજાર કર્મચારીઓની છટણી કરશે. અત્યારે કંપનીમાં વર્લ્ડવાઈડ 1,62,000 કર્મચારીઓ કામ કરી રહ્યા છે. કંપનીએ સત્તાવાર રીતે હજુ તેની જાહેરાત…

અમેરિકાની મલ્ટિનેશનલ ટેકનોલોજી કંપની ઓરેકલ 30 હજાર કર્મચારીઓની છટણી કરશે. અત્યારે કંપનીમાં વર્લ્ડવાઈડ 1,62,000 કર્મચારીઓ કામ કરી રહ્યા છે. કંપનીએ સત્તાવાર રીતે હજુ તેની જાહેરાત કરી નથી, પરંતુ સૂત્રોને ટાંકીને રજૂ થયેલા અહેવાલ પ્રમાણે કંપની એકાદ મહિનામાં કર્મચારીઓને નોટિસ આપી દેશે. કંપની તેના દરેક વિભાગમાંથી કર્મચાીરઓ ઘટાડશે. જો ખરેખર 30 હજાર લોકોની નોકરી જશે તો એ કંપનીમાં અત્યાર સુધીમાં થયેલી સૌથી મોટી છટણી હશે.

ઓરેકલ કંપનીએ છેલ્લાં થોડા સમયથી ભરતી બંધ કરી દીધી છે. એટલું જ નહીં, દરેક વિભાગમાં કર્મચારીઓના રિવ્યૂ શરૂૂ થયા છે. બ્લૂમબર્ગના દાવા પ્રમાણે કંપની હજુ છટણીનું આયોજન કરી રહી છે અને તેમાં કર્મચારીઓની સંખ્યા વધારે હોય તો પણ નવાઈ નહીં. કંપનીએ આ આયોજનના ભાગરૂૂપે ચાલુ નાણાકીય વર્ષમાં 1.6 અબજ ડોલરની ફાળવણીની તૈયારી બતાવી છે. આ રકમમાંથી કર્મચારીઓને વળતર અપાશે.

ઓરેકલના સ્થાપક અને ચેરમેન લેરી એલિસનનો એઆઈ ડેટા સેન્ટરનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. એ પ્લાનમાં કુલ 50 અબજ ડોલરનો ખર્ચ થવાનો છે. કંપની 30 હજાર કર્મચારીઓની છટણી કરીને વર્ષે 10 અબજ ડોલરની બચત કરશે અને એ રકમ ડેટા સેન્ટરના પ્રોજેક્ટમાં આપશે. એલિસને ઓપનએઆઈ સાથે મળીને જે એઆઈ પ્રોજેક્ટ શરૂૂ કર્યો છે તેમાં 300 અબજ ડોલરના રોકાણની જરૂૂર પડશે. એ માટે લેરી એલિસનને ફંડની જરૂૂરિયાત છે. કંપનીને અત્યારે અમેરિકન બેંકોએ વધારે લોન આપવાનું બંધ કરી દીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *