રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે ફરી રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ’’I.N.D.I.A ગઠબંધન દ્વારા સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ કાઢવાની જાહેરાત કરવામાં આવી છે, જોકે મુખ્ય ન્યાયાધીશ (CJI) એ વિપક્ષી સાંસદોની અરજી ફગાવી દીધી છે. આ દરમિયાન રાહુલ ગાંધી અને અન્ય દિગ્ગજ નેતાઓએ સરકાર વિરુદ્ધ આક્રમક વલણ અપનાવ્યું છે.
બારાખંભા રોડથી આ કૂચની શરૂૂઆત થઇ ચૂકી છે. રાહુલ ગાંધી સહિતના ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ બસમાં સવાર થઈ ચૂક્યા છે. તેઓ સુપ્રીમ કોર્ટ પહોંચશે અને રિટ પિટિશન ફાઈલ કરશે. આ કુચ કોનેટપ્લેસ બારાખંભાથી શરૂ થઇ હતી. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને વરિષ્ટ નેતાઓ બસમાં સવાર થયા હતા. જયારે બાકીના સાંસદો સાથે ચાલ્યા હતા. કુચમાં પશ્ચિમ બંગાળના પુર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી તથા સપા નેતા અખિલેશની હાજરી ધ્યાન ખેંચનારી હતી.
કોંગ્રેસે આ કુચને લોકશાહી બચાવો કુચ તરીકે નામ આપ્યું છે. શરૂઆતમાં કુચ દ્વારા સીજેઆઇને આવેદન પત્રો આપવાનો કાર્યક્રમ હતો પરંતુ તેમણે મળવાનો ઇનકાર કર્યો હતો. આ માટે તેમણે કેટલાક કારણો પણ આપ્યા હતા. દિલ્હીમાં ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મેટ્રો રેલવેના છ સ્ટેશનો બંધ રખાયા છે.
દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ દેવેન્દ્ર યાદવે કહ્યું હતું કે દેશભરમાંથી લોકો મોટી સંખ્યામાં એકજૂટ થઇ રહ્યા છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં આજે સુપ્રીમ કોર્ટમાં રિટ પિટિશન દાખલ કરાશે. અમે રાષ્ટ્રપતિને પણ મળી ચૂક્યા છીએ. પછી અમે જંતર મંતર જવાનો પ્રયાસ પણ કર્યો અને રાજઘાટ પણ ગયા. છેલ્લે હવે જ્ઞાનેશ કુમાર રાજીનામુ આપવાનો ઈન્કાર કરી રહ્યા છે એટલે કે અમે આ મામલે આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. કોંગ્રેસ વતી વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને ઈન્ડિયા ગઠબંધનના અન્ય સાથી પક્ષોના ટોચના નેતાઓ કોન્સ્ટિટ્યુુુશન ક્લબ ખાતે એકજૂટ થયા હતા.
યુવાઓને એટલા ન ડરાવો કે ડર જ ખતમ થઇ જાય, ઝેન મેરીએ મારના ‘નિશાન’ બતાવ્યા
આમિર ખાનની ભત્રીજી ઝેન મેરી, ઇમરાન ખાન અને લેખા વોશિંગ્ટનની મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે CJI સામેના વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા બદલ અટકાયત કરવામાં આવી હતી. કસ્ટડીમાંથી મુક્ત થયા બાદ ઝેન મેરીએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને હાથ, આંગળીઓ અને જાંઘ પરની ઈજાના નિશાન બતાવ્યા હતા. મુંબઇમાં પોલીસે પરવાનગી વિના પ્રદર્શન કરવા બદલ 400થી વધુ લોકોની અટકાયત કરી હતી. જેમાં ઝેન મેરી પણ સામેલ હતી. કસ્ટડીમાંથી છૂટ્યા બાદ ઝેન મેરીએ રવિવારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તેણે પોતાના હાથ, આંગળીઓ, બાજુ અને જાંઘ પર પડેલા કાળા અને વાદળી રંગના ઈજાના નિશાન કેમેરા સામે દર્શાવ્યા હતા. પોતાના શરીર પરના ઘા બતાવતા ઝેને કહ્યું કે, ’અમને એટલા પણ ન ડરાવો કે અમારા મનમાંથી ડર જ પૂરો થઈ જાય.’ આ વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું કે, ’હું ઇન્ટરનેટ પર સરકારની પોલ ખોલી રહી છું.’
વિપક્ષી નેતાઓને મળવા સીજેઆઇનો ઇનકાર: કહ્યું, સુપ્રીમ કોર્ટને આ મામલામાં ન ઘસેડો
ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્ય કાંતે દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અંગે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. CJIએ કહ્યું કે લોકશાહી અને રાજકીય વિરોધ પ્રદર્શનો ચાલુ રહી શકે છે, પરંતુ સુપ્રીમ કોર્ટને તેમાં ખેંચવી જોઈએ નહીં. તેમણે નોંધ્યું હતું કે કાયદા અનુસાર નિર્ધારિત સ્થળોએ વિરોધ પ્રદર્શનો યોજી શકાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકશાહી પ્રવૃત્તિઓ કાયદાના દાયરામાં રહેવી જોઈએ અને સુપ્રીમ કોર્ટના કામકાજમાં કોઇ અવરોધ ન આવવો જોઇએ. અગાઉ તેમણે વિપક્ષી નેતાઓને મળવાની માગણી નકારતા જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના દરવાજા દરેક માટે ખુલ્લા છે. તેમણે યાદ અપાવ્યું કે બંધારણમાં સત્તાનું સ્પષ્ટ વિભાગ છે. વળી આ મામલો સુપ્રીમમાં પેન્ડિંગ છે. સીજેઆઇ સૂર્ય કાંતે ટિપ્પણી કરી હતી કે જ્યારે લોકશાહી પ્રવૃત્તિઓને સુચારુ રીતે ચાલવા દેવી જોઈએ, ત્યારે સુપ્રીમ કોર્ટના કામકાજમાં અથવા વકીલો, કોર્ટના કર્મચારીઓ અને મુકદ્દમા પક્ષકારોની અવરજવરમાં કોઈ અવરોધ ન આવવો જોઈએ. CJIએ ભારપૂર્વક કહ્યું કે સુપ્રીમ કોર્ટને રાજકીય અખાડો બનવા દેવામાં આવશે નહીં. તેમણે આગ્રહ કર્યો કે દરેક લોકશાહી સંસ્થાને શાંતિપૂર્ણ રીતે કામ કરવાની મંજૂરી મળવી જોઈએ અને વિરોધ પ્રદર્શનો કાયદા અનુસાર નિર્ધારિત સ્થળોએ થવા જોઈએ.
CECને હટાવવા કેરલમ ધારાસભામાં ઠરાવ પસાર
કેરળ વિધાનસભાએ સોમવારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને તેમના પદ પરથી હટાવવાની માંગ કરતો ઠરાવ પસાર કર્યો. કેન્દ્ર સરકારને કુમારને તેમના પદ પરથી હટાવવા વિનંતી કરતો આવો ઠરાવ અપનાવનારી આ દેશની પ્રથમ વિધાનસભા છે. 140 સભ્યોની વિધાનસભામાં આ ઠરાવ મુખ્યમંત્રી વી.ડી. સતીશને રજૂ કર્યો હતો, જ્યાં સત્તાધારી કોંગ્રેસ-આધારિત ગઠબંધન પાસે 102 સભ્યોનું સંખ્યાબળ છે. 35 સભ્યો ધરાવતા ડાબેરી પક્ષોએ પણ આ ઠરાવને સમર્થન આપ્યું હતું, જેના પરિણામે તે સર્વસંમતિથી પસાર થયો હતો. પ્રથમ વખત, કેરળ વિધાનસભાએ મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાની માંગ કરતો ઠરાવ પસાર કર્યો છે.
