મોરબી જિલ્લામાં ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ; ચક્કાજામની ખેડૂતોની ચીમકી

નોટિસ આપ્યા વગર જમીનની માપણી શરૂ કરાતા દેકારો પીપળીયા ચાર રસ્તાથી માળિયા સુધી ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત જશાપર ગામ નજીકથી ગોલાઈ કાપીને સીધો નવો બાયપાસ બનાવવાની…

નોટિસ આપ્યા વગર જમીનની માપણી શરૂ કરાતા દેકારો

પીપળીયા ચાર રસ્તાથી માળિયા સુધી ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત જશાપર ગામ નજીકથી ગોલાઈ કાપીને સીધો નવો બાયપાસ બનાવવાની કામગીરીનો ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો રસ્તાની માપણી માટે આવેલ મામલતદાર સહિતના અધિકારીઓનો વિરોધ કરવામાં આવ્યો હતો.

જશાપર ગ્રામજનો એકત્રિત થઈને બાયપાસ રોડ માપણી કરવા આવેલા અધિકારીઓનો વિરોધ કર્યો હતો ગ્રામજનોએ ચક્કાજામ કરવાની પણ તૈયારી રાખી હતી કોઇપણ નોટીસ વિના અધિકારીઓ માપણી કરવા આવ્યા હતા પીપળીયા ચાર રસ્તાથી માળિયા સુધીનો રોડ છે જેની જમીન અગાઉ સંપાદિત થયેલી છે માટે તે રસ્તાને યથાવત રાખવામાં આવે અને નવો બાયપાસ રોડ કાઢવામાં ના આવે તેવી માંગ કરી હતી ગ્રામજનો દ્વારા વિરોધ સાથે ચક્કાજામ કરવાની તૈયારી રાખી હતી જોકે મામલતદારે ડેપ્યુટી કલેકટર પાસે જઈને રજૂઆત માટેનું આશ્વાસન આપતા હાલ ચક્કાજામ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *