રાજકોટની 20 લાખની વસ્તી વચ્ચે મચ્છરજન્ય રોગચાળાનો માત્ર એક જ કેસ

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકન ગુનિયા વગેરે જેવા રોગેને નિયંત્રત કરવાના સતત પ્રયાસો કરાવમાં આવી રહ્યા છે. 22મીથી 28મી જૂન સુધીમાં 15085…

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકન ગુનિયા વગેરે જેવા રોગેને નિયંત્રત કરવાના સતત પ્રયાસો કરાવમાં આવી રહ્યા છે. 22મીથી 28મી જૂન સુધીમાં 15085 ઘરોમાં પોરાનાશક કામગીરી તથા 173 ઘરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવી છે. આ અઠવાડીયા દરમિયાન શહેરની 20 લાખની વસ્તી સામે મચ્છરજન્ય રોગોનો એક જ કેસ નોંધાયો છે. જે મનપા દ્વારા આપવામાં આવેલ સાચી માહિતી છે કે, રોગચાળાની સાચી સ્થિતિ છૂપાવવાની આંકડાની માયાજાળ છે.

આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.22/06/2026 થી તા.28/06/2026 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 15085 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 173 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.

આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 462 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂગલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 217 અને કોર્મશીયલ 439 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે.

22મી જૂનથી 28 જૂન વચ્ચે મેલેરિયાનો 1, ડેન્ગ્યુ 0, ચિકુનગુનિયા 0, અન્ય રોગચાળામાં શરદી ઉધરસના કેસ 571, સામાન્ય તાવના કેસ 564, ઝાડા ઉલટીના કેસ 203, ટાઈફોઈડ તાવના કેસ 0, કમળો તાવના કેસ 1, મરડાના કેસ 0, કોલેરા 0, કેસ નોંધાયા છે. પાણીજન્ય રોગ અટકાયતી પગલાના ભાગરૂૂપે કુલ 1397 કલોરીન ટેસ્ટ કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *