ગુજકેટ માટે ઓનલાઇન હોલ ટિકિટ આજથી ડાઉનલોડ કરી શકાશે, 29મીએ પરીક્ષા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 29 માર્ચના રોજ લેવાનારી ગુજકેટની હોલ ટિકિટ 17 માર્ચના રોજ અપલોડ કરવામાં આવશે. ત્યારબાદ સ્કૂલો બોર્ડની વેબસાઈટ…

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 29 માર્ચના રોજ લેવાનારી ગુજકેટની હોલ ટિકિટ 17 માર્ચના રોજ અપલોડ કરવામાં આવશે. ત્યારબાદ સ્કૂલો બોર્ડની વેબસાઈટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. હોલ ટિકિટ પર શાળાના આચાર્યના સહિ-સિક્કા કરાવવાની જરૂૂર રહેશે નહીં. જોકે, પરીક્ષા વખતે વિદ્યાર્થીઓએ હોલ ટિકિટ સાથે કોઇ પણ એક ફોટો આઈડી ફરજિયાત સાથે લાવવાનું રહેશે. 29 માર્ચના રોજ સવારે 10 વાગ્યે પ્રથમ પરીક્ષા શરૂૂ થશે અને ત્રણ તબક્કામાં સાંજે 5 વાગ્યે પરીક્ષા પૂર્ણ થશે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 29 માર્ચના રોજ લેવાનારી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ-2026) માટેના એડમિશન કાર્ડ ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ગુજકેટ-2026ની પરીક્ષા આપવા જતા ઉમેદવારો માટેના હોલ ટિકિટ 17 માર્ચ 2026ના રોજ બપોરે 12 વાગ્યાથી ઓનલાઇન ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ રહેશે. ઉમેદવારો બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જઈને પોતાનું એડમિશન કાર્ડ ડાઉનલોડ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. ઉમેદવારોને હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે ગુજકેટ-2026 માટે ભરેલા આવેદનપત્રમાં નોંધાયેલા મોબાઇલ નંબર અથવા ઇ-મેઇલ આઈડી અને જન્મ તારીખ અથવા એપ્લિકેશન નંબર દાખલ કરવો પડશે. ઉપરાંત ઉમેદવારો પોતાના નામ દ્વારા પણ એડમિશન કાર્ડ શોધી શકશે અને ત્યારબાદ જન્મ તારીખની વિગતો દાખલ કરીને તેને ડાઉનલોડ કરી શકશે.

આ સાથે રાજ્યની વિજ્ઞાન પ્રવાહ ધરાવતી તમામ નોંધાયેલી ઉચ્ચતર માધ્યમિક શાળાઓને પણ પોતાના ઇન્ડેક્સ નંબર અને રજીસ્ટર્ડ મોબાઇલ નંબર દ્વારા લોગ-ઇન થઈ પોતાની શાળાના વિદ્યાર્થીઓના ગુજકેટ-2026 માટેના એડમિશન કાર્ડ ડાઉનલોડ કરવાની સુવિધા આપવામાં આવી છે. શાળાઓ આ હોલટિકિટ ડાઉનલોડ કરીને પોતાના વિદ્યાર્થીઓને વિતરણ પણ કરી શકશે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે, ગુજકેટ-2026 માટેના એડમિશન કાર્ડ ફક્ત ઓનલાઈન માધ્યમથી જ ઉપલબ્ધ રહેશે અને તે જ પરીક્ષા ખંડમાં પ્રવેશ માટે માન્ય રહેશે. હોલ ટિકિટ પર શાળાના આચાર્યની સહી અથવા સિક્કાની જરૂૂર રહેશે નહીં, જે બાબત ખાસ ધ્યાનમાં લેવા બોર્ડે સૂચના આપી છે. જોકે, પરીક્ષા આપવા જતાં સમયે ઉમેદવારોએ એડમિશન કાર્ડ સાથે કોઇપણ એક માન્ય ફોટો આઈડી પ્રૂફ ફરજિયાત સાથે રાખવો પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *