ડિજિટલ ઈન્ડિયા ફાઉન્ડેશનનો ડેન્જર રિપોર્ટ, ભારતીય સામાજિક-આર્થિક વ્યવસ્થા ઉપર પડી રહી છે અસર
ગેમિંગ એપમાંથી રૂૂપિયા કાઢી લેવા માટે અલગ અલગ બેંકના કર્મચારીઓને રૂૂપિયાની લાલચ આપી કોડ મેળવીને સાત કરોડથી વધુનું કૌભાંડ આચરવાના મુદ્દે પકડાયેલા આરોપીએ કરેલી જામીન અરજીમાં તપાસનીશ અધિકારીએ કોર્ટમાં એફિડેવિટ રજૂ કરી છે. જેમાં એવો ઉલ્લેખ કર્યો છે કે, દેશમાં ગેરકાયદે રીતે ઓપરેટર થતા ઓનલાઈન સટ્ટા બેટીંગમાં વધારો થયો છે.
ડિજિટલ ઈન્ડિયા ફાઇન્ડેશનના રિપોર્ટ મુજબ ઓક્ટોબર 2024થી ડિસેમ્બર 2024 સુધીમાં ગેમીંગ સાઈટો ઉપર 1.6 અબજ જેટલી વિઝિટ કરવામાં આવી છે. જેના લીધે દેશનું યુવાધન જે માર્ગે જઈ રહ્યું છે, તેની ખૂબ જ નકારત્મક અસર તેના કુંટુબ અને અંતે ભારતીય સામાજિક-આર્થિક વ્યવસ્થા પર પડી છે. બીજી તરફ કોર્ટે જામીન અરજીનો ચૂકાદો અનામત રાખ્યો છે.
ઈ-કોમર્સ સાઇટને કરોડોનો ચૂનો લગાવવાના કૌભાંડનો પર્દાફાશ કરી વિજય અમરાભાઈ વાઘેલા સહિત ત્રણ આરોપીની જાન્યુઆરી માસમાં ધરપકડ કરીન જેલમાં મોકલાયા હતા.
દરમિયાનમાં આરોપી વિજય વાઘેલાએ જામીન મેળવવા માટે અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, મને ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યો છે, મારો કોઇ જ રોલ નથી, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છું તેથી જામીન આપવા જોઇએ. જોકે, તપાસનીશ અધિકારીએ મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે મારફતે એફિડેવિટ કરીને કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, ઈ-કોમર્સ વેબસાઈટ હોય છે, જેમાં નાગરિકોનો ભરોસો હોય તે પ્રમાણે તેઓ નાણાં મર્ચન્ટને ચૂકવતા હોય છે. આરોપીએ કોમર્સન વેબસાઈટ હેક કરીને પ્રાઈઝ મેનિપ્યુલેટ કરીને ઠગાઈ આચરી છે.
આરોપીએ કસ્ટમરનો અંગત પર્સનલ ડેટા પણ મેળવીને નાગરિકોની પ્રાયવસી જોખમમાં મૂકી છે. વેબસાઈટ બ્લોક કરવા એડવાઈઝરી જાહેર કરવા છતાં ગેરકાયદે રીતે ઓપરેટ થતા ઓનલાઈન સટ્ટા બેટીંગમાં વધારો થઈ રહ્યો છે.
આ ગેંગે ઇ કોમર્સ સાઇટ પરથી સવા ત્રણ લાખના ડ્રોનના પેમેન્ટ ગેટવેમાં ચેડાં કરીને 3 રૂૂપિયામાં મેળવી લીધું હતું અને પેકિંગ અને બિલ સાથે ડ્રોન સવા લાખ રૂૂપિયામાં વેચી દીધું હતું.
આ ગઠિયાઓએ આવી રીતે કુલ સાત કરોડના ઓર્ડર કરીને પાર્સલ મગાવી લીધા હતા.ઇ કોમર્સ કંપની પર ઓર્ડર કરે અને જ્યારે પેમેન્ટ કરવાનું થાય ત્યારે પેમેન્ટ ગેટવેમાં ચેડાં કરીને નજીવી રકમ જ ચૂકવતા હતા.
પોલીસે તપાસ કરતા આ ગેંગ દ્વારા આવી રીતે સાત કરોડની વસ્તુઓ મગાવવામાં આવી હતી. આ કૌભાંડમાં ઠગ ત્રિપુટીએ ભાડેથી બેંક એકાઉન્ટ લીધા હતા. બોગસ પ્રૂફ્થી મોબાઈલ નંબર લીધા હતા. તથા તેમની સાથે અન્યોની પણ સંડોવણી છે. આરોપીને જામીન પર મુકત કરવામાં આવશે તો પુરાવા સાથે ચેડાં થવાની શકયતા નકારી શકાય તેમ નથી.