ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એકની ધરપકડ

ભાવનગરના ચકાચારી નકલી દારૂૂકાંડમાં 13 લોકોના મોત બાદ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં અગાઉ 27 આરોપીઓને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં…

ભાવનગરના ચકાચારી નકલી દારૂૂકાંડમાં 13 લોકોના મોત બાદ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં અગાઉ 27 આરોપીઓને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. આ આરોપીઓની પૂછપરછ દરમિયાન ભચાઉના ઈશ્વરભા ગઢવીનું નામ સામે આવતાં SMCએ તેની ધરપકડ કરી હતી. ઈશ્વરભાને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં તેના 8 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

આરોપીની પૂછપરછમાં લઠ્ઠાકાંડમાં તેની ભૂમિકા, અન્ય આરોપીઓ સાથેના સંપર્કો તથા ઝેરી દારૂૂના નેટવર્ક સાથેની કડી અંગે વિગતો મેળવવા તપાસ હાથ ધરાઈ હતી. ઈશ્વરભા ગઢવીની ધરપકડ સાથે લઠ્ઠાકાંડમાં ઝડપાયેલા આરોપીઓનો આંકડો હવે 28 પર પહોંચ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *