જામકંડોરણાના સોડવદરમાંથી જામગરી બંદૂક સાથે એક ઝડપાયો

રાજકોટ રૂૂરલ એસઓજી ટીમ દ્વારા જામકંડોરણા ના સોડવદર ગામની સીમમાંથી જામગરી બંધુક સાથે ક્રિપાલસિહ સતુભા જાડેજા ની ઘરપકડ કરી હતી ખેતરમાં ઉભા પાકને જંગલી પ્રાણીઓ…


રાજકોટ રૂૂરલ એસઓજી ટીમ દ્વારા જામકંડોરણા ના સોડવદર ગામની સીમમાંથી જામગરી બંધુક સાથે ક્રિપાલસિહ સતુભા જાડેજા ની ઘરપકડ કરી હતી ખેતરમાં ઉભા પાકને જંગલી પ્રાણીઓ નુકસાન નાં કરે તે માટે ભડાકા કરવા વંથલી પંથકના કોઈ શખ્સ પાસેથી ધણાં સમય પહેલાં જામગરી બંધુક લીધાં હોવાનું આરોપી રટણ કરી રહ્યા છે. એસઓજી ટીમ દ્વારા જામકંડોરણા પોલીસ મથકે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે .

આ અંગેનો વધુ મળતી માહિતી મુજબ રાજકોટ એસઓજી શાખાના સ્ટાફ જામકંડોરણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતાં તે દરમિયાન એ.એસ.આઈ. જયવિરસિંહ રાણા , હેડ.કોન્સ.પ્રહલાદસિંહ રાઠોડ તથા અરવિંદભાઈ દાફડા ને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમીરાહે હકીકત આધારે સોડવદર ગામની સીમમાં ક્રિપાલસિંહ જાડેજાની વાડીમાં દરોડા પાડીને ગેરકાયદેસર હથીયાર મળી આવ્યું હતું જે પોલીસે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ક્રિપાલસિંહ જાડેજા એ જેની પાસે થી આ પાંચ હજાર રૂૂપિયા ની જામગરી બંધુક લીધી હતી તે શખ્સ ની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *