બાળકે સારવારમાં દમ તોડતાં પરિવારમાં કલ્પાંત
માણાવદર તાલુકાના વડા ગામે રહેતા પરિવારનો દોઢ વર્ષનો માસુમ બે દિવસ પૂર્વે પોતાની વાડીએ રમતો હતો ત્યારે વિછીંએ ડંખ માર્યો હતો. માસુમ બાળકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં માસુમનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, માણાવદર તાલુકાના વડા ગામે રહેતાં પરિવારનો વંશ રોહિતભાઈ પોદાર નામનો દોઢ વર્ષનો માસુમ બાળક બે દિવસ પૂર્વે પોતાની વાડીએ હતો ત્યારે પગમાં વિછીંએ ડંખ માર્યો હતો. માસુમ બાળકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ ઝનાના હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં માસુમ બાળકનું ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બીછાને મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
