અનેક બિઝનેસમાં મહિલાઓ પોતાની આવડત સાથે આર્થિક ઉપાર્જન કરીને પોતાની નવી ઓળખ બનાવી રહી છે ત્યારે ધનવૃધ્ધિનો માર્ગ દેખાડે છે આ માનુનીઓ
આજે ધનની દેવી લક્ષ્મીજીના પૂજનનો દિવસ. ધનતેરસના દિવસે લક્ષ્મીજીના પૂજન સાથે લક્ષ્મીના અવતાર ગણાતી ગૃહિણીનું મહત્વ પણ ઓછું ન આંકીએ કારણકે જ્યારે ગૃહલક્ષ્મી ધનલક્ષ્મી મેળવવા કામગીરી કરે છે ત્યારે તે પોતાના ક્ષેત્રમાં અવ્વલ બની દેખાડે છે.
ઘર અને આજે અનેક બિઝનેસમાં મહિલાઓ પોતાની આવડત દેખાડી રહી છે અને આર્થિક ઉપાર્જન કરીને પોતાની નવી ઓળખ બનાવી રહી છે ત્યારે ધન તેરસના દિવસે ધનની વૃદ્ધિ માટેની ટિપ્સ આપે છે આ ગૃહ લક્ષ્મીઓ, જેઓની પોતાની આગવી ઓળખ છે તેમજ પોતાના કામ દ્વારા સફળતા મેળવીને સમાજમાં કૈક પ્રદાન કર્યું છે.
નો કોમ્પ્રોમાઇઝ ઇન ક્વોલિટી
રાજકોટમાં ડેકોરા નામથી દરેક લોકો પરિચિત છે.ફર્નિચર થી શરૂૂ થયેલ યાત્રા આજે બિલ્ડીંગ ક્ધસ્ટ્રક્શનમાં મોટું નામ ધરાવે છે. અનેક મહત્વના પ્રોજેકટ ડેકોરાના નામે છે.આ બિઝનેસમાં ખૂબ મહત્વની જવાબદારી નિભાવે છે દર્શનાબેન નિખિલભાઇ પટેલ.તેઓએ બીબીએ કરી લગ્ન પછી પતિ અને સસરાના ફર્નિચરના બિઝનેસને રિલેટેડ ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો કોર્સ કર્યો.પતિના બિઝનેસમાં સાઈટ પણ સંભાળી અને અન્ય પ્રોજેક્ટની જવાબદારી પણ સંભાળી. બાળકોનો જન્મ થતાં થોડા વર્ષ બ્રેક લઈ ફરી પ્રવૃત બન્યા. હાલ તેઓ ક્રેડાઈ રાજકોટ બિલ્ડર એસોસિએશન વિમેન્સ વિંગના પ્રેસિડેન્ટ છે. પોતાના કામ વિશે તેઓએ જણાવ્યું કે બિલ્ડીંગ બનતું હોય ત્યારે તેઓને ડિઝાઇન લેવલ પર દેખરેખ રાખવાની હોય છે સેમ્પલ હાઉસ થાય ત્યારે ઇન્ટિરિયર પર ધ્યાન આપવાનું હોય છે તેમજ બિલ્ડીંગ બની જાય, સોસાયટી સોપાઈ જાય પછી પણ નાના મોટા સેલિબ્રેશન વગેરે પર ધ્યાન આપવાનું હોય છે. સક્સેસ બિઝનેસ મંત્ર અને બિઝનેસ ટિપ્સ માટે તેઓએ જણાવ્યું કે પૈસા કમાવા કરતા નામ વધારે મહત્વનું છે. ક્વોલિટીમાં કોઈ જ કોમ્પ્રોમાઈઝ કરતા નથી. ક્ધસ્ટ્રક્શન માટે બેસ્ટ ઓફ બેસ્ટ પ્રોડક્ટ યુઝ કરે છે. બિલ્ડીંગમાં પોઝિટિવ વાઇબ્સ બંધાય તો જ લોકોને આકર્ષી શકીએ. લોકોને બેસ્ટ ફેસીલીટી આપવી, સર્વિસ આપવી, હોસ્પિટાલિટી આપવી જરૂૂરી છે.હાલ તેઓ પોતાના ડ્રિમ પ્રોજેકટ બોગન વીલા બાય ડેકોરા પર કામ કરી રહ્યા છે.
સ્માર્ટ વર્ક અને નોલેજ ઈઝ પાવર
ધનતેરસનો શુકનવંતો દિવસ સોના ચાંદીના બિઝનેસ માં ચાર ચાંદ લગાવે છે આવા સોના ચાંદીના બિઝનેસ સાથે સંકળાયેલા શિલ્પાબેન વસા રાજકોટ અક્ષરમાર્ગ પર રેરિટી ના નામથી બિઝનેસ કરે છે. 65 વર્ષ થી પિતાજીને જસ્મીન જ્વેલરી હાઉસના નામથી બિઝનેસ છે તેથી અભ્યાસ સાથે જ્વેલરીમાં પહેલેથી જ રસ હતો.લગ્ન થયા બાદ પતિને પણ ગોલ્ડ, સિલ્વરનું કામ હતું. લગ્ન પછી બે બાળકો થયા અને ઘરેથી ઓનલાઇન બિઝનેસ કર્યો. તેઓએ જ્વેલરીમાં ખૂબ રિસર્ચ કર્યું છે રાજકોટની એક પણ દુકાન એવી નહીં હોય છે કે જેની વિઝીટ તેઓએ નહીં કરી હોય.આ રિસર્ચ પરથી તેઓ જાણ્યુ કે મિનિમાઇઝ જ્વેલરી ઓછી મળે છે આથી તેઓએ એ રીતે કંઈક નવું આપવા માટે પ્રયત્ન કર્યો. ચાઈના,બેન્કોક અને ટર્કીશની જ્વેલરી લાવે છે. એફોર્ડેબલ પ્રાઇઝ,ઓછા ગ્રામમાં પણ હેવી લાગે અને બેસ્ટ ક્વોલિટીની હોય એ પ્રકારની સિલ્વર જ્વેલરી અને ગોલ્ડ પોલીશ જવેલરી તેઓ પાસે છે. આજે ધનતેરસના દિવસે ધનના લાભ માટે તેઓ બિઝનેસ ટીપ્સ આપે છે કે પહેલાંના સમયમાં બિઝનેસ ટ્રસ્ટ બેઝ હતો,સિંગલ હેન્ડેડ વર્ક થતું, મેન્યુઅલ વર્ક થતું જ્યારે અત્યારે સમય બદલાયો છે સ્માર્ટ વર્ક થાય છે. કોમ્પિટિશનનો જવાનો છે. માર્કેટ મોટું થઈ ગયું છે. એજ્યુકેશનના કારણે પણ બદલાવ જોવા મળે છે તમારી પાસે નોલેજ પણ હોવું જરૂૂરી છે શિલ્પાબેનની સાથે બારમા ધોરણમાં ભણતી તેમની દીકરી પણ સોશિયલ મીડિયા હેન્ડલ કરે છે. કઈ રીતે સોફ્ટવેર યુઝ કરીને સ્માર્ટ વર્ક કરી શકાય તે શીખવે છે શિલ્પાબેન ના બિઝનેસ બનવા માટે પતિનો ફાળો ખૂબ મોટો છે..
ક્ધસીસ્ટન્સી અને પેશન ખૂબ જરૂરી
પુરુષ પ્રધાન રિયલ ડાયમંડના બિઝનેસમાં છેલ્લા આઠ વર્ષથી પોતાની આગવી ઓળખ બનાવી છે રિચા શેઠે. શાળાના અભ્યાસ બાદ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું અને ત્યારબાદ રીયલ ડાયમંડનો કોર્સ કર્યો,જ્વેલરી ડિઝાઇનનો કોર્સ કર્યો. પિતા નરેશ શેઠ ને કેમિકલ ફાઉન્ડરી કેમિકલનો બિઝનેસ છે તેથી આ અલગ ફિલ્ડમાં તેઓએ પોતાની જાતે જ માર્ગ કંડાર્યો છે. શરૂૂઆતમાં તેઓ મિત્રો પરિવાર અને જાણીતા લોકોને જવેલરી ડિઝાઇન કરી આપતા ત્યારબાદ ધીમે ધીમે શીખતા ગયા કામ કરતા ગયા અત્યારે તેઓ મુખ્યત્વે કસ્ટમાઇઝ કરી આપે છે. બાળકના જન્મથી લઈ લગ્ન અને ત્યાર બાદ દરેક પ્રસંગની ગિફ્ટ તેઓ કસ્ટમાઇઝ કરી આપે છે. તેઓનું માનવું છે કે રિયલ ડાયમંડ એક લક્ઝરી છે રિયલ ડાયમંડ લાઇફના માઈલ સ્ટોન સમાન છે અને સ્વજનો માટે તેનાથી વધારે સારી બીજી કોઈ ગિફ્ટ ન હોઈ શકે.કસ્ટમરના બજેટ મુજબ તે ડિઝાઇન કરી આપે છે રિયલ ડાયમંડની જવેલરી ખૂબ મોંઘી હોય તે માન્યતા તેઓ ખોટી ઠેરવે છે. બિઝનેસ સક્સેસ મંત્ર આપતા તેઓ જણાવે છે કે ક્ધસીસ્ટન્સી ખૂબ જરૂૂરી છે લાઇફમાં સેટ બેક આવે છતાં હારવાનું નથી છોડી દેવાનું નથી કામ કરતા રહેવું ખૂબ. જરૂૂરી છે તેઓ ઝીરો થી કામ શરૂૂ કર્યું છે જેમાં પેશન હોવું જરૂૂરી છે. નોલેજ હોવું જરૂૂરી છે નોલેજ હશે તો કસ્ટમર તમારા પર વિશ્વાસ મૂકશે.
ગુણવત્તા સાથે વિશ્વાસ અને પરિશ્રમ જરૂરી
દેશ-વિદેશમાં પ્રખ્યાત એવા કૃતિકા ગોળના ઓનર મીનલબેન મહેતા મૂળ વેરાવળના, સિવિલ એન્જિનિયરનો અભ્યાસ કર્યો છે. પિતાજીને પણ બિઝનેસ હતો એટલે જાણે ગળથૂથીમાં જ બિઝનેસ મળ્યો.
લગ્ન બાદ પતિ ભૃગુભાઈ તથા સસરા ઉમેશભાઈના સાથ સહકારથી ગોળનો બિઝનેસ સંભાળ્યો. બાળકોનો જન્મ થતાં પરિવાર અને બિઝનેસની બેવડી જવાબદારી સંભાળી. તેઓ જણાવે છે કે ગોળના બિઝનેસમાં શેરડીની ખરીદીથી લઈને ઉત્પાદન, પેકિંગ, વેચાણ અને અંતમાં ગ્રાહકોનો સંતોષ વગેરે ધ્યાનમાં રાખવાનું હોય છે આ બધામાં મીનલબેન ખૂબ રસ પૂર્વક જવાબદારી સંભાળે છે. ધનતેરસ ના આ પાવન પર્વે તેઓ જણાવે છે કે કૃતિકા ગોળ એ ફક્ત ગોળ નથી પરંતુ પરિવાર નિર્મિત વિશ્વાસ અને મીઠાશનું પ્રતીક છે.દરેક ઘરમાં કૃતિકા ગોળ હોવું એ માત્ર એક નામ નહીં, પરંતુ ગુણવત્તા, સ્વાદ અને શુદ્ધતા માટેનો વિશ્વાસ છે. અમારી સફળતામાં ટીમ વર્ક દરેક સ્ટાફનો પરિશ્રમ અને પ્રતિબદ્ધતાનો મહત્વનો ફાળો છે.
ચાલો ધનતેરસ ઉજવીએ માત્ર ધન દ્વારા નહીં, પણ પ્રેમ, એકતા અને સમૃદ્ધિને પણ આવકારીએ ગુણવત્તા, વિશ્વાસ અને મહેનતથી બનેલી સાચી સમૃદ્ધિની ઉજવણી કરીએ.દરેક દિવસ પરિશ્રમ થી ધનતેરસ અને પરિશ્રમના પરિણામથી દરેક દિવસ દિવાળી.
ધનતેરશ સ્પેશિયલ: ભાવના દોશી
