જામનગર શહેરમાં શિયાળાની ઋતુએ પગ પેસાર કરતાં જ નગરજનો સ્વસ્થ રહેવા માટે લખોટા તળાવના કિનારે પહોંચી રહ્યા છે. સવારના સમયે લખોટા તળાવ કિનારે મોર્નિંગ વોક, રનિંગ અને વિવિધ પ્રકારની કસરત કરતા લોકોની ભીડ જોવા મળી રહી છે. શિયાળાની ઠંડીમાં સવારના સૂર્યપ્રકાશમાં થતી કસરત શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેનાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરીર સ્વસ્થ રહે છે. આ ઉપરાંત, તાજી હવામાં શારીરિક પ્રવૃત્તિ કરવાથી માનસિક સ્વાસ્થ્ય પણ સુધરે છે. તળાવોના કિનારે લોકો એકબીજા સાથે વાતચીત કરીને સમય પસાર કરતા હોય છે. આનાથી સામાજિક સંબંધો મજબૂત બને છે. કેટલાક લોકો તો પોતાના મિત્રો સાથે મળીને ગ્રુપ એક્સરસાઇઝ કરતા જોવા મળી રહ્યા છે.
શિયાળાની સવારે નગરજનો તળાવ કિનારે સ્વસ્થ રહેવા ઊમટ્યા
જામનગર શહેરમાં શિયાળાની ઋતુએ પગ પેસાર કરતાં જ નગરજનો સ્વસ્થ રહેવા માટે લખોટા તળાવના કિનારે પહોંચી રહ્યા છે. સવારના સમયે લખોટા તળાવ કિનારે મોર્નિંગ વોક,…
