બિનવારસુ બોટની માહિતી મેળવીને બોટ માલિકને બોટ સોંપતી ઓખા મરીન પોલીસ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા જિલ્લામાં આવેલા કોસ્ટલ વિસ્તારમાં એફ.એલ.સી. ખાતે ફિશરમેન ગ્રુપ બનાવીને માછીમારી પાસેથી દરિયા અંગેની વિવિધ માહિતીઓ મેળવવામાં આવી…

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા જિલ્લામાં આવેલા કોસ્ટલ વિસ્તારમાં એફ.એલ.સી. ખાતે ફિશરમેન ગ્રુપ બનાવીને માછીમારી પાસેથી દરિયા અંગેની વિવિધ માહિતીઓ મેળવવામાં આવી રહી છે. જે અંતર્ગત દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડના સીધા માર્ગદર્શન હેઠળ ઓખા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આર.કે બંદર ખાતે અવાર નવાર ફિશરમેન ગ્રુપની બેઠક યોજવામાં આવે છે.

જે આધારે ઓખા ફિશરમેન ગ્રુપના સક્રિય સભ્ય દ્વારા ઓખા કોસ્ટ ગાર્ડ હેડ ક્વાટર પાછળ આવેલા દરિયામાં એક બિનવારસુ અને શંકાસ્પદ બોટ હોવા અંગેની માહિતી મળી હતી. જેથી ઓખા મરીનની બોટ પેટ્રોલીંગ ટીમ દ્વારા ઉપરોક્ત સ્થળે તપાસ કરતા અજમેરી (રજીસ્ટર ન. IND-GJ-12-MM-1071) નામની એક બોટ અહીં મળી આવી હતી. જેને અનુલક્ષીને બોટના માલિકની તપાસ હાથ ધરવામાં આવતા આ બોટ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના વંડી ગામના રહીશ અનવર સાલે ભાટ્ટીની હોવાનું અને આ બોટ મુંદ્રા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના એફ.એલ.સી. ખાતેથી દરિયાઈ કરંટના કારણે બોટનું એન્કર તૂટવાથી દરિયાઈ મારફતે ઓખા ખાતે આવી ગઈ હતી. જે અંગેની માહિતી મળતા આ બોટ શંકાસ્પદ ન હોવાથી તે મૂળ માલિકને સોંપી આપવામાં આવી હતી.આ સમગ્ર કામગીરી ઓખાના પી.એસ.આઈ. આર.આર. ઝરૂૂ તેમજ સ્ટાફના રમેશાભા બઠિયા, અજીતભાઈ મેર, મેઘજીભાઈ બાલાપુરીયા દ્વારા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *