નવરાત્રી માટે વાંધાજનક પોસ્ટ અને હિન્દુ યુવકના ઘર પર પથ્થરમારો

ગુજરાતના તાપી જિલ્લામાં નવરાત્રિ મહોત્સવને લગતી સોશિયલ મીડિયા પોસ્ટ પર કરવામાં આવેલી વાંધાજનક કોમેન્ટ બાદ વિવાદ વકર્યો છે. વ્યારામાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ની નવરાત્રિ મહોત્સવની…

ગુજરાતના તાપી જિલ્લામાં નવરાત્રિ મહોત્સવને લગતી સોશિયલ મીડિયા પોસ્ટ પર કરવામાં આવેલી વાંધાજનક કોમેન્ટ બાદ વિવાદ વકર્યો છે. વ્યારામાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ની નવરાત્રિ મહોત્સવની પોસ્ટ પર એક યુવક દ્વારા કથિત અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી. આ મામલે ગૌરવ ચૌધરી નામના યુવકે વળતો જવાબ આપ્યા બાદ તેના ઘર પર ટોળા દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સામે આવ્યા છે. ઘટનાને પગલે વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે.

મળતી માહિતી અનુસાર, VHPદ્વારા નવરાત્રિ મહોત્સવ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટ પર નવરાત્રિને લઈને વાંધાજનક ટિપ્પણી કરવામાં આવતાં વિવાદ શરૂૂ થયો હતો. ત્યારબાદ ગૌરવ ચૌધરીએ કોમેન્ટ દ્વારા વળતો જવાબ આપ્યો હતો. આ પછી મામલો વધુ ઉગ્ર બન્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આક્ષેપ મુજબ, મોડી સાંજે આશરે 25 જેટલા લોકોનું ટોળું ગૌરવ ચૌધરીના ઘર પાસે પહોંચ્યું હતું અને ઘર પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો.

પોલીસની હાજરી હોવા છતાં પથ્થરમારો થયો હોવાના આક્ષેપ પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે.ઘટના બાદ હિન્દુ સંગઠનોના આગેવાનો અને કાર્યકરોએ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. બીજી તરફ, પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. હાલ સમગ્ર મામલે સોશિયલ મીડિયા પોસ્ટ, કોમેન્ટ અને પથ્થરમારાના આક્ષેપોની તપાસ મહત્વપૂર્ણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *