પાલિકા-મહાપાલિકા-પંચાયતોમાં 883માંથી બેઠકો વધી 2400થી વધુ થવાનો અંદાજ
દરેક ક્ષેત્રે ઓબીસીનું પ્રતિનિધિત્વ વધશે, તમામ શહેર-જિલ્લાના સમીકરણો બદલાશે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે મોટા ફેરફારો જોવા મળી શકે છે. ઓબીસી અનામતનો હિસ્સો 27 ટકા કરાતા 144 જેટલા જ્ઞાતિઓનું પ્રતિનિધિત્વ વધારવામાં આવતા રાજકીય પક્ષો માટે ઉમેદવારીનું ગણીત સંપૂર્ણ બદલાઇ શકે છે. જેના લીધે રિઝર્વેશન બેઠકો બદલાશે અને ઘણા નવા ચહેરા જોવા મળી શકે છે. નવી સ્થિતિ મુજબ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં ઓબીસીની બેઠકો અગાઉ 883 હતી તે વધીને સીધી 2400 થઇ ગઇ છે એટલે કે ત્રણ ગણી બેઠકો વધી ગઇ છે.
ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલા રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. અન્ય પછાત વર્ગ એટલે કે ઘઇઈ માટે અનામતનો હિસ્સો 10 ટકા પરથી વધારીને હવે 27 ટકા કરવામાં આવ્યો છે. જેના કારણે સ્થાનિક રાજકારણમાં ઓબીસી સમાજનું પ્રભુત્વ વધશે. ઓબીસી અનામત વધતા અનેક બેઠકોનું રિઝર્વેશન બદલાશે અને ઘણા વર્તમાન નગરસેવકો માટે ટિકિટ બચાવવી મુશ્કેલ બની શકે છે.
ગુજરાતમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં આ વખતે ઓબીસી અનામત રાજકીય સમીકરણો બદલાવી શકે છે.રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કુલ અંદાજે 9050 બેઠકો પર આવનાર દિવસોમાં ચૂંટણી યોજશે… 2021ની ચૂંટણીમાં આમાંથી 883 બેઠકો ઓબીસી માટે અનામત હતી. પરંતુ હવે ઓબીસી અનામત 10 ટકા પરથી વધીને 27 ટકા થતા ઓબીસી સમાજના પ્રતિનિધિત્વમાં મોટો વધારો થવાનો છે.
2021 ની સ્થિતિએ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કુલ 9050 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં 883 ઓબીસી બેઠકો અનામત માટે હતી જેમાં હવે વધારો થશે એ અંદાજે 2400 થી વધુ થવાનો અંદાજ છે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં મહાનગર પાલિકા – 15, જિલ્લા પંચાયત – 32, તાલુકા પંચાયત – 231 થી વધુ, નગરપાલિકા -81 થી વધુ બેઠકો પર ચુંટણી યોજાશે.
ઓબીસી નેતાગીરી વધવા પર કોંગ્રેસના પ્રવક્તા નિદત બારોટનું કહેવું છે કે અમે વસ્તીના આધારે અનામત આપવાની માંગણી ઘણા સમયે પહેલા કરી હતી..2023 માં સરકાર કાયદો લાવી અને 27% અનામત આપી છે… સમાજનો વર્ગ જેને રાજકીય ક્ષેત્રે કામ કરવાની તક ઓછી મળતી હતી વ્યવસ્થા તંત્રમાં ઓછું સ્થાન મળતું હતું તેમને ફાયદો થશે..ઓબીસી સમાજના 144 જેટલી જ્ઞાતિઓનું આનાથી પ્રતિનિધિત્વ વધશે અને સમાજ જીવનમાં આવશે..
તો ભાજપના ઓબીસી મોરચાના પ્રમુખ નું કહેવું છે કે ભાજપ જાતિ આધારિત રાજનીતિ કરતી નથી.. નામદાર કોર્ટ દ્વારા 27% અનામત માટે આદેશ કરવામાં આવ્યા હતા.. પાર્ટી અને કાર્યકરોને આનાથી ઓબીસી વર્ગને ફાયદો થશે.. પાર્ટીને વરેલા વ્યક્તિઓને જ્યારે જરૂૂર પડી ત્યાં ટિકિટ આપે છે.. ભૂતકાળમાં ઓપન બેઠકમાં પણ ઓબીસી ને ટિકિટ આપી છે.
ઓબીસી અનામત વધતા ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય પક્ષો માટે ઉમેદવારીનું ગણિત સંપૂર્ણ બદલાઈ શકે છે. જેના કારણે આ ચૂંટણીમાં ઘણા નવા ચહેરા જોવા મળી શકે છે અને સ્થાનિક રાજકારણમાં ઓબીસી સમાજનું પ્રભુત્વ વધતું જોવા મળશે.

