માત્ર કાગળ પર નંબર વન?: 42 હજાર મે.વો.ની ક્ષમતાના દાવા સામે 29 હજાર મે.વો.વીજળીની ડિમાન્ડ નીકળતા સરકાર હાંફી ગઇ

ગુજરાત સરકારના સત્તાવાર અહેવાલો મુજબ, રાજ્ય ભારતની કુલ રિન્યુએબલ એનર્જીમાં 16.50 ટકા હિસ્સા સાથે 42.583 ગીગાવોટ (ૠઠ) ની કુલ સ્થાપિત ક્ષમતા ધરાવે છે. સરકાર ગર્વથી…

ગુજરાત સરકારના સત્તાવાર અહેવાલો મુજબ, રાજ્ય ભારતની કુલ રિન્યુએબલ એનર્જીમાં 16.50 ટકા હિસ્સા સાથે 42.583 ગીગાવોટ (ૠઠ) ની કુલ સ્થાપિત ક્ષમતા ધરાવે છે. સરકાર ગર્વથી જાહેર કરે છે કે ગુજરાત પવન ઊર્જામાં 14,820.94 મેગાવોટ સાથે પ્રથમ, સૌર ઊર્જામાં 25,529.40 મેગાવોટ સાથે દેશમાં બીજા ક્રમે છે. આ ઉપરાંત, 11 લાખથી વધુ રૂૂફટોપ સોલાર ઈન્સ્ટોલેશન સાથે રાજ્ય નવા કીર્તિમાનો સ્થાપિત કરી રહ્યું હોવાના દાવા થાય છે. પરંતુ એક ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટના આધારે જ્યારે વાસ્તવિકતાની તપાસ કરીએ ત્યારે આ સરકારી આંકડાઓ અને જમીની હકીકત વચ્ચે અત્યંત મોટો વિરોધાભાસ જોવા મળે છે. રાજ્યમાં કુલ 45.583 ગીગાવોટ (45583 મેગાવોટ) વીજળીના ઉત્પાદનના દાવા વચ્ચે રાજ્યમાં હાલ 29822 મેગા વોટ વીજળીની ડિમાન્ડ નિકળતા જ વીજતંત્ર હાંફી ગયુ છે અને ઉદ્યોગો ઉપર વીજકાપ લાદવાની ફરજ પરડી છે.

એક તરફ સરકાર ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર અને સરપ્લસ હોવાના દાવા કરે છે, તો બીજી તરફ રાજ્યના ઔદ્યોગિક એકમોને અઠવાડિયામાં ફરજિયાત 4 કલાકના વીજકાપ (પાવર સ્ટેગરિંગ) નો સામનો કરવાની નોબત આવી છે. આ પરિસ્થિતિ સ્પષ્ટપણે દર્શાવે છે કે ઊર્જા વિભાગના રૂૂપાળા આંકડાઓની માયાજાળ પાછળ એક મોટી વહીવટી અને માળખાગત નિષ્ફળતા છુપાયેલી હોવાનું સ્પષ્ટ થાય છે. નબળુ ચોમાસુ અને તહેવારોની સીઝનના કારણે રાજ્યમાં અચાનક ઊભી થયેલી આ વીજ કટોકટીનું મુખ્ય કારણ સરકારની અદૂરદર્શી નીતિઓ છે. 42.583 ગીગાવોટની સ્થાપિત ક્ષમતા એ માત્ર એક થિયોરેટિકલ (સૈદ્ધાંતિક) આંકડો છે. વાસ્તવમાં 25,529.40 મેગાવોટ સોલાર અને 14,820.94 મેગાવોટ વિન્ડ પાવર સંપૂર્ણપણે હવામાન અને દિવસના સમય પર આધારિત છે. તાજેતરમાં જ્યારે રાજ્યની વીજ માંગ (પીક ડિમાન્ડ) 29,822 મેગાવોટના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ, ત્યારે આ રિન્યુએબલ ક્ષમતાની મર્યાદાઓ ખુલ્લી પડી ગઈ હતી.

રાત્રિના સમયે કે પવનની ગતિ ધીમી હોય ત્યારે આ વિશાળ રિન્યુએબલ ક્ષમતા ગ્રીડને પૂરતો સપોર્ટ આપી શકતી નથી. સરકારે માત્ર સોલાર પેનલો અને વિન્ડમિલ ઉભી કરવામાં જ પોતાનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું, પરંતુ આ અસ્થિર ઊર્જાને સંગ્રહિત કરવા માટે ગ્રીડ-સ્કેલ બેટરી સ્ટોરેજ સિસ્ટમ (ઇઊજજ) વિકસાવવા પર કોઈ નક્કર કામ કર્યું નથી. જ્યારે રિન્યુએબલ ઊર્જા ઉપલબ્ધ ન હોય ત્યારે ગ્રીડને સ્થિર રાખવા માટે પરંપરાગત થર્મલ પાવરની જ જરૂૂર પડે છે. પરંતુ થર્મલ પ્લાન્ટ્સમાં કોલસાની અછત અને તેના નબળા સંચાલનને કારણે સરકાર 24 કલાક બેઝલોડ જાળવી રાખવામાં નિષ્ફળ રહી છે. આ પોલિસી પેરાલિસિસનું જ પરિણામ છે કે દેશનું સૌથી મોટું ઊર્જા ઉત્પાદક રાજ્ય આજે પોતાના જ ઉદ્યોગોને અવિરત વીજળી પૂરી પાડી શકતું નથી.

આ કટોકટીનું બીજું અને સૌથી ગંભીર પાસું ટ્રાન્સમિશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સદંતર અભાવ છે. કચ્છના ખાવડામાં 11.33 ગીગાવોટનો પ્રોજેક્ટ ઉભો કરવામાં આવ્યો હોય કે ચારણકા અને રાધાનેસડામાં મોટા સોલાર પાર્ક બન્યા હોય, પરંતુ અહીં ઉત્પન્ન થતી વીજળીને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતના મોટા ઔદ્યોગિક કેન્દ્રો સુધી પહોંચાડવા માટેની ટ્રાન્સમિશન લાઈનોની ક્ષમતા હજુ પણ અત્યંત મર્યાદિત છે. જ્યારે પવન અને સૂર્યપ્રકાશ બંને અનુકૂળ હોય ત્યારે ઉત્પન્ન થતી વધારાની વીજળી ગ્રીડમાં બોટલનેક (અવરોધ) ઊભી કરે છે.

સરકારની નીતિમાં માત્ર પાવર જનરેશન (ઉત્પાદન) વધારવા પર જ ભાર મૂકવામાં આવ્યો, પરંતુ તેને સમાંતર 765 કેવી અને 400 કેવીની નવી ટ્રાન્સમિશન લાઈનો નાખવા અને સબસ્ટેશનની ક્ષમતા વધારવા તરફ ગંભીર દુર્લક્ષ્ય સેવવામાં આવ્યું છે. સાણંદ, રાજકોટ અને દહેજ જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં જે રીતે વારંવાર પાવર ટ્રીપિંગ થાય છે અને 4-કલાકના સ્ટેગરિંગ કટનો અમલ કરવો પડે છે, તે લાંબા ગાળાના આયોજનના આ જ અભાવની ચાડી ખાય છે. જ્યાં સુધી કાગળ પર દેખાતી આ સ્થાપિત ક્ષમતાને જમીન પર અત્યાધુનિક ટ્રાન્સમિશન નેટવર્ક અને બેકઅપ સ્ટોરેજ સિસ્ટમ સાથે જોડવામાં નહીં આવે, ત્યાં સુધી નંબર 1ના સરકારી દાવાઓ માત્ર અખબારી યાદીઓ પૂરતા જ સીમિત રહેશે અને રાજ્યના એમએસએમઇ તથા મોટા ઉદ્યોગોને કરોડો રૂૂપિયાનું આર્થિક નુકસાન સહન કરવું પડશે.

ગુજરાતમાં વીજળીની 29822 મેગા વોટ રેકોર્ડબ્રેક ડિમાન્ડ કેન્દ્ર પાસે વધુ કવોટા અને કોલસાની માંગ

ઔદ્યોગિક અને વ્યાપારી વપરાશથી પ્રેરિત ગુજરાતની વીજળીની જરૂૂરિયાત સતત વધી રહી છે. શુક્રવારે તે અત્યાર સુધીની સૌથી વધુ 29,822 મેગાવોટ પર પહોંચી ગઈ. ઉનાળા બહાર પણ માંગ વધી રહી છે અને ઓક્ટોબરની માંગ જૂનના ટોચના સ્તરને વટાવી ગઈ છે. 2029 પછી ડેટા સેન્ટર અને અઈં કમ્પ્યુટિંગથી વધુ માંગનો પ્રવાહ ઊભો થવાની અપેક્ષા છે.રાજ્ય વધતી જરૂૂરિયાત પૂરી કરવા કેન્દ્રીય ગ્રિડમાંથી વધુ ફાળો અને વધારાનો કોલસો માંગી રહ્યું છે. ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિની કુમારે જણાવ્યું હતું કે અનુમાનિત સપ્લાય ગેપને પહોંચી વળવા કેન્દ્ર સરકારના મંત્રાલયો સાથે સંકલન શરૂૂ કરી દીધું છે.અમે પાવર મંત્રાલયને કેન્દ્રીય ગ્રિડમાંથી વધુ ક્વોટા ફાળવવાની વિનંતી કરી છે અને કોલ મંત્રાલયને વધારાના કોલસા માટે પણ સંપર્ક કર્યો છે, કુમારે કહ્યું. તાજેતરના વલણને જોતાં આવતા દિવસો અને ઉનાળામાં માંગ ઊંચી રહેવાની અપેક્ષા છે. અવિરત સપ્લાય સુનિશ્ચિત કરવા અમે અગાઉથી આયોજન શરૂૂ કરી દીધું છે.
જૂનમાં પીક માંગ 26,834 મેગાવોટથી 28,833 મેગાવોટ વચ્ચે રહી હતી, જે ઓક્ટોબરમાં 29,822 મેગાવોટ પર પહોંચી. આ વલણ દર્શાવે છે કે ઊંચી માંગ હવે માત્ર ઉનાળા સુધી મર્યાદિત નથી. જૂન 2026માં વીજ વપરાશ 586 મિલિયન યુનિટ (MU) નોંધાયો, જે જૂન 2025ના 529 ખઞ કરતાં વધુ હતો.
અધિકારીઓએ મજબૂત માંગના દૃષ્ટિકોણને ઔદ્યોગિક વિસ્તરણ અને ઘરગથ્થુ વીજ વપરાશમાં સતત વધારાને આભારી ગણાવ્યો. ગુજરાતે છેલ્લા પાંચ વર્ષમાં આશરે 12 ટકા અને છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ 10 ટકાનો કમ્પાઉન્ડ વાર્ષિક વૃદ્ધિ દર (ઈઅૠછ) નોંધ્યો છે. આ વલણના આધારે આયોજકો આવતા વર્ષે પીક માંગમાં વધુ 10 ટકા વધારાની અપેક્ષા રાખે છે, જે 2027માં રાજ્યની મહત્તમ જરૂૂરિયાત 32,500 મેગાવોટથી વધુ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *