5.08 કરોડ મતદારો પૈકી 4.34 કરોડે ફોર્મ ભર્યા, મુસદ્દાની પ્રસિધ્ધિ બાદ 5.60 લાખ મતદારો વધ્યા, સ્થાનિક ચૂંટણીઓનો માર્ગ મોકળો
ગુજરાતની મતદાર યાદીની અંતે ચૂંટણી પંચે આખરી પ્રસિધ્ધિ કરી દીધી છે. રાજ્યના 182 વિધાનસભા મત વિસ્તારોમાં કુલ 4 કરોડ, 40 લાખ 30725 મતદારો નોંધાયા છે. અગાઉની મતદાર યાદીમાં પાંચ કરોડ 8 લાખ 4336 મતદારો નોંધાયેલ હતાં. જ્યારે નવી મતદાર યાદીમાં 68 લાખ 12 હજાર 711 મતદારોના નામ વિવિધ કારણોસર કમી થઈ જતાં હવે 4.40 કરોડ મતદારો રહ્યાં છે.
મૃત્યુ સ્થળાંતર તથા સ્થળ પર નહીં મળી આવવા ઉપરાંત ડુપ્લીકેટ નામોના કારણે 68 લાખથી વધુ નામો કપાયા છે. જ્યારે ડ્રાફટ મતદાર યાદીની પ્રસિધ્ધી બાદ 5.60 લાખ મતદારો વધ્યા છે.
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂૂ કરવામાં આવેલી SIR(સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની સતત સાડા ત્રણ માસ સુધી હાથ ધરવામાં આવેલી વિવિધ તબક્કાઓની અસરકારક કામગીરી બાદ આજ રોજ આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે.
આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરવાના પ્રસંગે મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાએ જણાવ્યું કે, મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની કામગીરી નિયત સમયમાં પૂર્ણ થાય તે માટે 34 જિલ્લા ચૂંટણી અધિકારી, 182 મતદાર નોંધણી અધિકારી, 855 સહાયક મતદાર નોંધણી અધિકારી, 50,963 ઇકઘ તથા અનેક સ્વંયં સેવકોની સક્રિય સહભાગિતા રહી છે. રાજ્યના મતદારોનો સક્રિય સહયોગ પ્રાપ્ત થયો છે. મીડિયા, રાજકીય પક્ષો તથા અન્ય સંગઠનોનો પણ સહયોગ મળ્યો છે. જેના ફળ સ્વરૂૂપ નિયત સમયર્યાદામાં કુલ 5,08,43,436 મતદારો પૈકી 4,34,70,109 મતદારો પાસેથી ગણતરી ફોર્મ મળ્યા હતા.આ તમામ ગણતરી ફોર્મનું સંપૂર્ણ ડિજીટાઇઝેશન કરવામાં આવ્યું હતું.
BLO દ્વારા સતત ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં અવસાન પામેલા, કાયમી ધોરણે સ્થળાંતર કરેલા તથા બે જગ્યાએ મતદાર તરીકે નોંધાયેલા મતદારોને ઓળખવામાં આવ્યાં હતાં.મુસદ્દા મતદારયાદી પ્રસિધ્ધ થયા પહેલા રાજ્યમાં કુલ 5,08,43,436 મતદાર નોંધાયેલા હતા.મુસદ્દા મતદારયાદી પ્રસિધ્ધ થયાં બાદ કુલ મતદારોની સંખ્યા 4,34,70,109 રહેવા પામી હતી અને આખરી મતદાર યાદીમાં 4,40,30,725 મતદારોના નામ રહેવા પામ્યા છે. આમ, મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ બાદ 5.60 લાખ મતદારોનો વધારો (Net Addition) આખરી મતદાર યાદીમાં થયો છે.
SIRની જાહેરાત બાદથી જ રાજ્યભરમાં 5.08 કરોડ મતદારોને ગણતરી ફોર્મના વિતરણથી માંડી તેના ડિજીટાઈઝેશનની કામગીરી મિશન મોડ પર કરવામાં આવી છે. આ દરમિયાન અવસાન પામેલા, કાયમી સ્થળાંતર કરી ગયેલા, ગણતરી દરમિયાન ગેરહાજર સહિતના વિવિધ કારણોથી પાછા ન મળેલા ફોર્મની ખરાઈ માટે બૂથ લેવલ ઓફિસર અને રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટો વચ્ચે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ જિલ્લાઓમાં આ પ્રકારની બેઠકોના અંતે જે-તે વિધાનસભા મતવિસ્તારમાં ભાગ પ્રમાણે જે મતદારોના ફોર્મ પાછા નથી આવ્યા તેમની યાદી જિલ્લા ચૂંટણી અધિકારી અને મુખ્ય નિર્વાચન અધિકારી (CEO) ની વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવી હતી. આખરી મતદાર યાદી મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઇટ http://ceo.gujarat.gov.inઉપર પણ પ્રસિધ્ધ કરવામાં આવી છે.જેની ઉપર મતદારો પોતાની વિગતો ચકાસી શકે છે.
કયા જિલ્લામાં કેટલા મતદારો?
જિલ્લો મતદારોની સંખ્યા
કચ્છ 1495785
વાવ-થરાદ 811087
બનાસકાંઠા 1615102
પાટણ 1119525
મહેસાણા 1622537
સાબારકાંઠા 1077301
અરવલ્લી 797407
ગાંધીનગર 1195159
અમદાવાદ 4912548
સુરેન્દ્રનગર 1344860
મોરબી 787133
રાજકોટ 2088779
જામનગર 1085032
દેવભૂમિ દ્વારકા 542053
પોરબંદર 444161
જૂનાગઢ 1170109
ગીર સોમનાથ 954527
અમરેલી 1147200
ભાવનગર 1667945
બોટાદ 521977
આણંદ 1589187
ખેડા 1481238
મહીસાગર 790443
પંચમહાલ 1244624
દાહોદ 1526857
વડોદરા 2220095
છોટા ઉદેપુર 792186
નર્મદા 439379
ભરૂચ 1102790
સુરત 3639042
તાપી 479665
ડાંગ 194653
નવસારી 966231
વલસાડ 1163808
કુલ 44030725
