હવે તો હાઇકોર્ટની બેંચ લાવ્યે જ છૂટકો કાલે સૌરાષ્ટ્રભરના વકીલોની બેઠક

જિલ્લા – તાલુકા બાર એશોના પ્રમુખોની હાજરીમાં યોજાનાર મીટિંગમાં એકશન કમિટી આગામી કાર્યક્રમો જાહેર કરશે રાજકોટ બાર એસોસીએશનના હોદેદારો અને સીનીયર ધારાશાસ્ત્રીઓની હાઈકોર્ટ બેંચ માટે…

જિલ્લા – તાલુકા બાર એશોના પ્રમુખોની હાજરીમાં યોજાનાર મીટિંગમાં એકશન કમિટી આગામી કાર્યક્રમો જાહેર કરશે

રાજકોટ બાર એસોસીએશનના હોદેદારો અને સીનીયર ધારાશાસ્ત્રીઓની હાઈકોર્ટ બેંચ માટે કોન્ફરન્સ હોલમાં બેઠક મળી હતી. જેમાં હાઈકોર્ટ બેંચનો મુદ્દો સૌરાષ્ટ્ર લેવલનો હોય, ફક્ત રાજકોટનો નહીં, સૌરાષ્ટ્ર-કચ્છના તમામ વકિલોને જોડી અને હાઈકોર્ટ બેંચ માટે લડતનું એલાન કર્યું હતું.

બાર એસોસીએશનના હોદેદારોએ મીંટીંગમાં હાજર રહી સિનીયરોની એકસ કમિટીના 25 થી વધુ સિનીયર ધારાશાસ્ત્રીઓ હાજર રહેલા અને આ મીંટીંગમાં કોઈપણ સંજોગોમાં રાજકોટને હાઈકોર્ટ બેંચ મળે તે માટે આંદોલનનું રણશિંગુ ફુંકી દીધું હતુ. રાજકોટના વકિલો લડતના માર્ગે નીકળી અને આગામી દીવસોમાં લડત માટેની કાર્યવાહી માટે વિચાર વિમર્સ કરેલ હતા.

આ મીંટીંગ રાજકોટ બાર તથા સિનીયરો દ્વારા રાજકોટ આત્મીય કોલેજ, કાલાવડ રોડ ખાતે સૌરાષ્ટ-કચ્છની તમામ બાર એસોસીયેશન તાલુકા અને જીલ્લાના એક કુલ મળી 80 થી વધુ પ્રમુખ, મહામંત્રીને રાજકોટમાં હાઈકોર્ટ બેંચે મળે તે માટે તમામ બારના મંતવ્યો, વિચાર વિમર્સ અને આગામી દીવસોમાં કેવા પ્રકારની લડત માટેના અને હડતાલ માટેના કાર્યક્રમ આપવા તે સંબંધે આવતી કાલે સવારે 10:30 કલાકે એક્સન કમીટીનું આયોજન કરવામાં આવેલું છે અને આ મીટીંગમાં હાઈકોર્ટ બેંચ મેળવવા માટે આગામી લડત માટેની તૈયારીઓ સંબંધેની માર્ગદર્શીકા નકિક થાશે તેમ આજની મીટીંગમાં સૌની અનુમતી નકિક થયેલ હતી.

આ વર્ષ વકિલો હાઈકોર્ટ બેંચ માટે એકજુથ થઈ અને લડત મુડમાં હોય તેમ લાગી રહેલુ છે અને રાજકોટ બેંચ મળે તે માટે ઉચ્ચા સંજોગો હોય, રાજકોટને હાઈકોર્ટ બેંચ મળે તે માટે તમામ પ્રયત્નો કરવા એ એકસન કમીટીની તમામ બાર એસોસીયેશન મળી રચના થશે અને આગામી કાર્યક્રમોમાં આ એકસન કમીટી નકિક કરે તે મુજબના કાર્યક્રમ કરવામાં આવશે તેમ પ્રમુખ પરેશભાઈ મારૂૂએ જણાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *