રાજકોટમાં હવે શહેર અને જિલ્લાની પુરવઠા કચેરી અલગ કાર્યરત થશે

જિલ્લા એમ. એસ. ગોહિલ હવે રાજકોટમાં સંયુક્ત નિયામક પુરવઠા તરીકેનો કાર્યભાર સંભાળશે રાજકોટમાં હવે શહેર અને જિલ્લાની પુરવઠા કચેરી અલગ અલગ અસ્તિત્વમાં આવશે. આ માટે…

જિલ્લા એમ. એસ. ગોહિલ હવે રાજકોટમાં સંયુક્ત નિયામક પુરવઠા તરીકેનો કાર્યભાર સંભાળશે

રાજકોટમાં હવે શહેર અને જિલ્લાની પુરવઠા કચેરી અલગ અલગ અસ્તિત્વમાં આવશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા એડિશનલ કક્ષાના જિલ્લા પુરવઠા અધિકારીની ફાળવણી કરવામાં આવી છે, જેના પગલે હવે રાજકોટ શહેર અને જિલ્લાની કામગીરી વિભાજિત થતાં તંત્ર પર કામનું ભારણ નોંધપાત્ર રીતે ઘટશે.

ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ કક્ષાના 16 જેટલા અધિકારીઓની સામુહિક બદલી કરવામાં આવી છે. આ બદલીના આદેશોમાં રાજકોટના વહીવટી તંત્રમાં પણ મહત્વના ફેરફારો થયા છે. એમ. એસ. ગોહિલની સંયુક્ત નિયામક તરીકે નિમણૂક રાજકોટ જિલ્લા પંચાયતમાં ડેપ્યુટી જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા એમ. એસ. ગોહિલની રાજકોટમાં જ ખોરાક અને નાગરિક પુરવઠા વિભાગના સંયુક્ત નિયામક તરીકે બદલી કરવામાં આવી છે.

નવી કચેરી માટે શોધખોળ શરૂૂ જિલ્લા પુરવઠા અધિકારીની અલગ નિમણૂક થતા હવે તંત્ર દ્વારા જિલ્લાની અલગ પુરવઠા કચેરી કાર્યરત કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. આ માટે યોગ્ય બિલ્ડિંગ કે જગ્યાની શોધખોળ પણ શરૂૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

જ્યારે રાજકોટ શહેરના ડેપ્યુટી કલેક્ટર (સ્ટેમ્પ ડ્યુટી) તરીકે ફરજ બજાવતા ડી. વી. વાલાની બદલી ગાંધીનગર ખાતે કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા તેમને ગાંધીનગરમાં ગ્રામીણ વિકાસ કમિશનરની કચેરીમાં ડેપ્યુટી કમિશનર તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં થયેલી આ બદલીઓમાં કુલ 16 જેટલા અધિકારીઓને નવી જગ્યાએ નિમણૂક આપી વહીવટી માળખામાં ફેરફાર કરવામાં આવ્યા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *