લોકઅપમાં માથુ ભટકાડી પોલીસ કાર્યવાહીમાં વિક્ષેપ કરતા 3 સામે ગુનો નોંધાયો
જેતપુરમા કુખ્યાત શખસે પોલીસ સ્ટેશનમા ધમાલ મચાવી લોકઅપમા માથુ ભટકાડી પોલીસની કાયદાકીય કાર્યવાહીમા અડચણરૂપ બનતા તેની ઉપરાંત અન્ય બે સહીત 3 સામે ફરજમા રૂકાવટનો ગુનો નોંધાયો છે. પોલીસે તેને કાયદાનુ ભાન કરાવ્યુ હતુ.
મળતી વિગતો મુજબ જેતપુરનાં દરેડીયા ધાર વિસ્તારમા રહેતા પ્રકાશ ઉર્ફે પકો પરશુરામ ગોસ્વામી સામે ગોંડલ, જેતપુર, અમદાવાદ સહીત 17 જેટલા અલગ અલગ દારૂ અને ચોરીનાં ગુના નોંધાયેલા હોય. જીલ્લા પોલીસ વડા હિમકર સિંહની સુચનાથી જેતપર પોલીસે પ્રકાશ ગોસ્વામી સામે સુલેહ શાંતીનો ભંગ ન કરે તે માટે કાર્યવાહી કરી તેને પોલીસ લોકઅપમા ધકેલી દીધો હતો. ત્યારે લોકઅપમાથી બહાર નીકળી પાણી પીવાનાં બહાને અવાર નવાર ખોટી માંગણી કરી રાળો નાખી પોલીસ લોકઅપનાં સળીયા સાથે માથુ ભટકાડી પોલીસની કાયદાકીય કાર્યવાહીમા વિક્ષેપ ઉભો કરીને ફરજમા રૂકાવટની કોશીષ કરનાર પ્રકાશ ગોસ્વામી ઉપરાંત લાલજી દાના મકવાણા અને અમીત નામનાં શખસ સામે ફરજમા રૂકાવટનો ગુનો નોંધાયો હતો. પોલીસે પ્રકાશ ગોસ્વામીને કોર્ટમા રજુ કરતા તેને જેલ હવાલે કરવામા આવ્યો હતો.
જીલ્લા પોલીસ વડા હિમકર સિંહની સુચનાથી જેતપુર સિટી પોલીસ મથકનાં પીઆઇ વી. એમ. ડોડીયા સાથે સ્ટાફનાં મિલનસિંહ ડોડીયા, ભાવેશભાઇ ચાવડા , અંકિતભાઇ બારડ, સાગરભાઇ મકવાણા, રાણાભાઇ વકાતર, ગીરીરાજભાઇ વાઘેલા, શકિતસિંહ ઝાલા, અમીતભાઇ સીધપરા, સાગરભાઇ ઝાપડીયા, ભગીરથસિંહ જાડેજા, લખુભા રાઠોડ , મછાભાઇ ચીરોળીયા અને વીરેન્દ્રસિંહ રાઠોડે કામગીરી કરી હતી.
