નામચીન ઇભલા આણી ટોળકીએ સરાજાહેર યુવકને ફટકાર્યો

ગોંડલ રોડ પર વાહન અડી જવા જેવી સામાન્ય બાબતે હથિયાર સાથે મચાવ્યો આતંક, ત્રણ શખ્સોને ઉપાડી લેતી પોલીસ અવાર નવાર શહેરમાં જાહેર મારમારીના બનાવો પ્રકાશમાં…

ગોંડલ રોડ પર વાહન અડી જવા જેવી સામાન્ય બાબતે હથિયાર સાથે મચાવ્યો આતંક, ત્રણ શખ્સોને ઉપાડી લેતી પોલીસ

અવાર નવાર શહેરમાં જાહેર મારમારીના બનાવો પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે વધુ એક બનાવમાં ગોંડલ રોડ ઉપર સ્કુટર અડી જવા મુદે યુવકને ટોળકીએ આંતરી ધોકા લાકડી વડે માર મારી છરીના ઘા ઝીંકતા સારવાર અર્થે ખસેડાયો હતો.આ મામલે એ ડિવિઝન પોલીસના સ્ટાફે ટિમો બનાવી નામચીન ઇભલાની ટોળકીના ત્રણ સાગરીતોને ઝડપી કાયદાનું ભાન કરાવ્યું હતું.

વધુ વિગતો મુજબ,રામનગરમાં આવેલા લોધેશ્વર સોસાયટીમાં રહેતા રવિ ભીખુભાઈ જરીયા (ઉ.વ.30) નામનો યુવક ગોંડલ રોડ ઉપરના પુલ પરથી વિજય પ્લોટ તરફ પોતાના સ્કુટરમાં જતો હતો. ત્યારે પાછળથી અજાણ્યા ઈસમે સ્કુટરને ઠોકર મારતા જેથી યુવકે જોઈને ચલાવવાનું કહેતા શખસે તેના અન્ય સાથી મિત્રોને બોલાવી યુવક સાથે બોલાચાલી કરી ધોકા અને લાકડી વડે માર મારી છરી વડે હુમલો કરતા જાહેર રોડ પર સન્નાટો વ્યાપી ગયો હતો. બનાવના પગલે લોકોના ટોળા ઉમટયા હતા અને હુમલાખોરો નાસી જતા ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સિવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

બનાવ અંગેનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થતા એ ડિવીઝન પોલીસ મથકના પીઆઈ બી.વી. બોરીસાગરની રાહબરીમાં જયદીપ જરીયાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.આ ઘટનામાં એ ડીવીઝન પોલોસ સ્ટાફે ટીમે ટિમો બનાવી સીસીટીવી ફુટેઝ ચકાસતા જુના મોરબી રોડ પર રહેતા નામચીન ઇભલો ઉર્ફે ઇબ્રાહિમ સહિતના શખ્સો હોવાનું જાણવા મળ્યું હતું.જેથી પોલીસે ઇભલાના સાગરીત ફિરોઝ કરીમ કાથરોટિયા(ઉ.20),સલીમ કરીમભાઈ કાથરોટિયા(ઉ.26) અને પરેશ રમેશભાઈ વાઘેલા (ઉ.19)ની ધરપકડ કરી ત્રણેયને કાયદાનું ભાન કરાવ્યું હતું.

જ્યારે નામચીન ઇભલાની પોલીસે શોધખોળ શરૂૂ કરી છે.ઉલ્લેખનીય છે કે રાજકોટમાં લુખ્ખા અને આવારા તત્વો આવી રીતે સરાજાહેર છરીઓ ઉગામી રહ્યા છે એનો મતલબ સ્પષ્ટ છે કે આ શખ્સો છરી જેવા હથિયારો પોતાની સાથે જ રાખે છે માટે શહેર પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ યોજી છરી જેવા હથિયાર રાખતા શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવી જરૂૂરી બની છે જેના પરથી મહદ અંશે સામાન્ય બાબતોમાં થતા છરી વડે હુમલાના બનાવમાં અંકુશ લાવી શકાય તેમ છે.

રૈયા ચોકડીએ નશાખોર ટોળકીની જાહેરમાં ધમાલ

રાજકોટ શહેરમાં જાહેરમાં મારામારી કરવાની ઘટનાઓના વીડિયો સોશિયલ મીડિયામાં અવાર નવાર વાયરલ થાય છે. ત્યારે ગઈકાલે રૈયાચોકડી પાસે આવેલા પુલ નજીક નશાખોર ટોળકીએ જાહેરમાં મારામારી કરાતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જાહેરમાં ધમાલ થતાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતાં. આ વીડિયોને આધારે ગાંધીગ્રામ પોલીસે તમામની ઓળખ મેળવી સકંજામાં લેવા તજવીજ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *