દિલ્હીના નામચીન ગુનેગાર સોનું મટકાનું ઉત્તરપ્રદેશમાં એન્કાઉન્ટર

ગુનેગાર સોનુ મટકા દિલ્હી પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. હત્યા અને લૂંટના અનેક કેસમાં વોન્ટેડ સોનુ મટકા પર 50,000 રૂૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું…

ગુનેગાર સોનુ મટકા દિલ્હી પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. હત્યા અને લૂંટના અનેક કેસમાં વોન્ટેડ સોનુ મટકા પર 50,000 રૂૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. મેરઠમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ વચ્ચે મટકા સાથે એન્કાઉન્ટર થયું હતું. દિવાળીની રાત્રે શાહદરામાં ડબલ મર્ડર થયા બાદ પોલીસ તેને શોધી રહી હતી.


દિલ્હી પોલીસે આ એન્કાઉન્ટર એવા સમયે કર્યું છે જ્યારે રાજધાનીની કાયદો અને વ્યવસ્થાને લઈને સતત સવાલો ઉભા થઈ રહ્યા છે.


સોનુ મટકા હાસીમ બાબા ગેંગનો ખતરનાક શૂટર હતો. યુપીથી દિલ્હી સુધી તેનો ડર હતો. તેની સામે લૂંટ અને હત્યાના અડધા ડઝનથી વધુ કેસ નોંધાયેલા છે. નક્કર માહિતીના આધારે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને જઝઋએ મેરઠમાં સોનુ મટકાને ઘેરી લીધો હતો. આ એન્કાઉન્ટર મેરઠના ટીપી નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયું હતું. આ દરમિયાન મટકાને ગોળી વાગી હતી. પોલીસ તેને હોસ્પિટલ લઈ ગઈ, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. સોનુ મટકાએ દિવાળીની રાત્રે દિલ્હીના શાહદરામાં કાકા અને ભત્રીજાની ગોળી મારીને હત્યા કરી નાખી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *