કાયદેસર કરવા, વળતર આપવા અથવા વૈકલ્પિક જગ્યા ફાળવવા દબાણકારોની માગણી, ત્રણ પિટિશન દાખલ કરાઇ
રાજકોટ શહેરનાં ભાવનગર રોડ ઉપર આજી નદીનાં કાંઠે જંગલેશ્ર્વર વિસ્તારમા 80 હજાર ચોરસ મીટરથી વધુ સરકારી જમીન ઉપર વર્ષોથી ખડકાયેલા 800 કરતા વધુ ગેરકાયદે દબાણો દુર કરવા કલેકટરતંત્ર દ્વારા નોટિસો આપવામા આવી છે અને દબાણકારો કોર્ટમાથી મનાઇ હુકમ મેળવે નહીં તે માટે મામલતદાર દ્વારા કેવિયેટ દાખલ કરવામા આવી છે ત્યારે જંગલેશ્ર્વરમા વર્ષોથી રહેતા કલેકટર આસામીઓએ કલેકટરતંત્ર દ્વારા આપવામા આવેલી નોટિસને હાઇકોર્ટમા પડકારી છે અને સંભવિત ડિમોલિશન અટકાવવા માંગણી કરી છે.
જંગલેશ્ર્વરમા રહેતા લોકોએ જણાવ્યુ હતુ કે હાઇકોર્ટમા કુલ ત્રણ પીટિશન દાખલ કરવામા આવી છે.
એક પિટીશનમાં 70 , બીજી અને ત્રીજી પિટીશનમા 60 જેટલા આસામીઓએ દાદ માંગી છે.
પિટીશનમા દાદ માંગવામા આવી છે કે , જંગલેશ્ર્વરમા વિવાદિત જમીનમાં અમૂક લોકો તો આઝાદી પહેલાથી એટલે કે લગભગ 8ર વર્ષથી રહે છે અને મોટાભાગનાં લોકો છેલ્લા 40 વર્ષથી રહે છે.
દબાણકારોએ હાઇકોર્ટમાં દાદ માંગી રહેણાંક મકાનો કાયદેસર કરી દેવામાં આવે અથવા વૈકલ્પિક જગ્યા આપવામા આવે અથવા તો વળતર આપવામા આવે તેવી માંગણી કરી છે. દબાણકારોએ એવી પણ સ્પષ્ટતા કરી હતી કે અમે આ લડાઇ માટે કોઇ રાજકીય પક્ષનો ટેકો લીધો નથી કે કોઇનો સહકાર પણ માંગ્યો નથી.
બીજી તરફ આજી નદીમા કાંઠે જંગલેશ્ર્વરમાં સરકારી જમીન ઉપર વર્ષોથી ઉભેલા ગેરકાયદેસર દબાણો હટાવવા મામલતદાર દ્વારા પોલીસ બંદોબસ્ત હેઠળ નોટિસો આપવામા આવી છે અને તા. 29 મીથી તમામ દબાણકારોના જમીનના આધાર-પુરાવાની સુનાવણી નિયત કરી છે.
દબાણો કાયદેસર કરી દેવા કલેકટર સમક્ષ રજૂઆત
રાજકોટ શહેરના વોર્ડ નં. 16 માં આવેલા જંગલેશ્વર વિસ્તારના અંદાજે 50 વર્ષ જૂના મકાનોના અસ્તિત્વ પર તોળાતા જોખમ વચ્ચે સામાજિક કાર્યકર ખાલીકમિયા બુખારી મેદાને આવ્યા છે. વર્ષોથી અહીં વસવાટ કરતા ગરીબ શ્રમિકોના આશિયાનાને કાયદેસર કરવાની માંગ સાથે આજે તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. સામાજિક કાર્યકર્તા અને જાગૃત નાગરિક ખાલીકમિયા સુલતાનમિયા બુખારીએ આજે જિલ્લા કલેક્ટર અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમણે રજૂઆતમાં જણાવ્યું હતું કે, જંગલેશ્વર વિસ્તારમાં રહેતા પરિવારો દાયકાઓથી અહીં વસવાટ કરી રહ્યા છે. આ પરિવારો આર્થિક રીતે પછાત હોવાથી પ્રશાસન અને સરકાર માનવતાવાદી અભિગમ અપનાવી આ મકાનોને કોઈ પણ ચાર્જ લીધા વિના (નિ:શુલ્ક) રેગ્યુલરાઈઝ કરે તે તેવી માંગ છે.
શુક્રવારે કોંગ્રેસ દ્વારા મહારેલી, ચૂંટણી ટાણે લોકોને ડરાવવા નોટિસો અપાઇ
રાજકોટ શહેરના આજી નદીના કાંઠા વિસ્તારમાં વસતા હજારો પરિવારોને રિવરફ્રન્ટના નામે ડિમોલિશનની નોટિસ અપાતા રાજકારણ ગરમાયું છે. આજે શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયા દ્વારા એક પત્રકાર પરિષદ યોજી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.
આગામી શુક્રવારે બપોરે 2:00 વાગ્યે કોંગ્રેસ દ્વારા એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી બાદ કલેક્ટર અને પોલીસ કમિશનરને રૂૂબરૂૂ મળીને રજૂઆત કરવામાં આવશે.
કોંગ્રેસ નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી નજીક આવતા જ કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની નોટિસો ફટકારી સામાન્ય જનતાને ડરાવવામાં આવી રહી છે, “ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી ભાજપની નહીં પણ અદાણી એટલે કે સાહુકારોની સરકાર ચાલતી હોય તેવું લાગે છે.”દસ્તાવેજવાળા મકાનો હોવા છતાં ઙઙઙ યોજનાના બહાને સરકારે લોકોની મિલકતો પડાવી લીધી હોવાનો આક્ષેપ પણ કરાયો હતો.
જણાવ્યું હતું કે આજી નદી કિનારે 50 ટકા હિન્દુ અને 50 ટકા મુસ્લિમ પરિવારો વસે છે, જે તમામને ઘરવિહોણા કરવાનું પાપ સરકાર કરી રહી છે.”સામાન્ય માણસ શાંતિથી રહી શકે તેને વિકાસ કહેવાય, નહીં કે ગરીબોના ઘર વેચીને ભ્રષ્ટાચાર કરવામાં આવે તેને. વિજય રૂૂપાણી જેવા નેતાઓને પણ સિસ્ટમ સામે કેટલી તકલીફ પડી હતી તે ભાજપે યાદ રાખવાની જરૂૂર છે.”
