પાક સાથે વાતચીત નહીં: મોદીને રાહુલનું સમર્થન

ભારત અને પાકિસ્તાન સાથે બેસીને વાતચીત કરી શકે છે, અને સાથે મળીને કામ પણ કરી શકે છે, પરંતુ આ ત્યારે જ શક્ય છે જ્યારે ઈસ્લામાબાદ…

ભારત અને પાકિસ્તાન સાથે બેસીને વાતચીત કરી શકે છે, અને સાથે મળીને કામ પણ કરી શકે છે, પરંતુ આ ત્યારે જ શક્ય છે જ્યારે ઈસ્લામાબાદ ભારતમાં આતંકવાદને સમર્થન આપવાનું અને તેને પ્રોત્સાહન આપવાનું બંધ કરે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ આ વાત કહી. બુધવારે શિકાગો યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતી વખતે, કોંગ્રેસ નેતાએ કહ્યું કે જ્યાં સુધી નિર્દોષ લોકોની હત્યા થતી રહેશે, ત્યાં સુધી ભારત માટે તેના પાડોશી દેશ સાથે વાતચીત કરવી અશક્ય છે.

રાહુલ ગાંધી એક વિદ્યાર્થીના પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા, જેણે પોતાની ઓળખ પાકિસ્તાની નાગરિક તરીકે આપી હતી. વિદ્યાર્થીએ પૂછ્યું કે શું આ બંને પાડોશી દેશો “આક્ષેપ-પ્રતિઆક્ષેપના ચક્ર”માંથી બહાર નીકળી શકે છે અને બાહ્ય શક્તિઓને તેમના મતભેદોનો લાભ લેવા દીધા વિના, પરસ્પર લાભ માટે સાથે મળીને કામ કરી શકે છે?

જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું, “અવકાશ તો છે, પરંતુ એક મોટી સમસ્યા છેપાકિસ્તાન દ્વારા આપણા દેશમાં આતંકવાદને સમર્થન અને પ્રોત્સાહન આપવામાં આવે છે.” તેમણે ઉમેર્યું, “આપણા માટે એવી સ્થિતિ સ્વીકારવી અશક્ય છે કે એક તરફ આપણા નિર્દોષ લોકો માર્યા જતા હોય અને બીજી તરફ આપણે પાકિસ્તાન સાથે વાતચીત કરીએ. તેથી, જે ક્ષણે આ બંધ થશે, તે ક્ષણે વાતચીતની શક્યતા ઊભી થઈ શકે છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *